THE INDIAN SOCIOLOGIST

Para Military Force : જૈન નુતન પ્રાથમિક શાળા નું ગૌરવ વધારતી શાળાની પૂર્વ વિદ્યાર્થીની દર્શના શિવરાજ ગઢવી.

 Para Military Force : પેરા મિલેટ્રી ફોર્સમાં પસંદગી પામીને માંડવીની સરકારી પ્રાથમિક શાળા - જૈન નુતન પ્રાથમિક શાળા નંબર 3 નું ગૌરવ વધારતી શાળાની પૂર્વ વિદ્યાર્થીની દર્શના શિવરાજ ગઢવી.




 Para Military Force : જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણ ની પૂર્વ વિદ્યાર્થીની દર્શના શિવરાજ ગઢવી પેરા મીલેટ્રી ફોર્સમાં(C.I. S.F.) સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ માં પસંદગી પામીને શાળાનું ગૌરવ વધારેલ છે.

 Para Military Force : શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી અને શાળાની એસ.એમ.સી.ના શિક્ષણવિદ તથા શાળાના પૂર્વ આચાર્ય દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, શાળાની પૂર્વ વિદ્યાર્થીની દર્શના શિવરાજ ગઢવીએ કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષા પાસ કરેલ છે. 26 જાન્યુઆરી 2023 ના રોજ દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિનની પરેડમાં પણ ભાગ લીધો હતો.

દર્શના ગઢવી તા. 12/01/2025 ના રોજ ટ્રેનિંગ માટે તામિલનાડુ જવા માટે માંડવી થી પ્રસ્થાન કરશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, દર્શના ગઢવીને નાનપણથી આર્મીમાં જવાની ઈચ્છા હતી અને હવે પેરા મિલેટ્રીમાં સર્વિસ મળતા તેનો યશ માતા-પિતા અને ગુરુજનોને આપેલ હતો.

 Para Military Force : દર્શના ગઢવી બે દિવસ પહેલા જ માંડવીની જૈન નુતન પ્રાથમિક શાળા ના નંબર ત્રણ ની મુલાકાત લઈને ગુરુજનોને મીઠાઈના બોક્સ આપીને જણાવ્યું હતું કે, આ શાળાના તે વખતના આચાર્ય દિનેશભાઈ શાહ અને ગુરુજનોએ માત્ર વિષયોને સમજવામાં જ નહીં પરંતુ મને જીવન કૌશલ્ય જેવા અનુશાસન, કઠોર પરિશ્રમ અને સામાજિક કૌશલ્ય પણ શીખવ્યા હતા. આ શાળાના ગુરુજનોના પ્રોત્સાહન અને સકારાત્મક દ્રષ્ટિકોણે મને હંમેશા આગળ વધવા પ્રોત્સાહિત કરેલ હતી. દર્શના ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે આ શાળાના ગુરુજનોના માર્ગદર્શન માટે હંમેશા આ શાળાના આચાર્ય અને ગુરુજનો નો આદર કરીશ.

 Para Military Force : આ સિદ્ધિ બદલ શાળા પરિવારે દર્શના ગઢવીને અભિનંદન પાઠવી ભવિષ્યમાં પ્રગતિના એક પછી એક શિખરો સર કરવા આશીર્વાદ આપ્યા હતા. દર્શના ગઢવીને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST