MANDVI-KUTCH : માંડવીમાં મહાવીર સ્વામી જિનાલયનો 13 મો" ધ્વજારોહણ" નો કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો.
રવિવારે બપોરે જૈનપુરી માં પાંચેય ગચ્છના "સ્વામિવાત્સલ્ય" નો કાર્યક્રમ જિનાલયની આજુબાજુ રહેતા પરિવારો તરફથી યોજાયો.
MANDVI-KUTCH : માંડવીમાં મહાવીર સ્વામી જિનાલય નો 13 મો "ધ્વજારોહણ" નો કાર્યક્રમ તા. 5/ 1 ને રવિવારના રોજ ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો હતો.
MANDVI-KUTCH : " ધ્વજારોહણ" પ્રસંગે તપગચ્છ જૈન સંઘ અને અચલગચ્છ જૈન સંઘના સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં રવિવારના સવારના 9:30 કલાકે, પાંચેય ગચ્છના ભાવિકોની ઉપસ્થિતિમાં મહાવીર સ્વામી ભગવાનના જિનાલયમાં ૪ (ચાર) મંડળની બહેનોએ "સત્તર ભેદી" પૂજા ભણાવી હતી.
MANDVI-KUTCH : સવારે 11:00 કલાકે "ધ્વજારોહણ" સંબંધી વિવિધ ચડાવા લેવાયા હતાં.જેમાં પ્રભુજીની ધ્વજા લઈને પ્રદક્ષિણા નો લાભ માતૃશ્રી મણીબેન હીરજીભાઈ વલ્લભજી સંઘવીએ, પ્રભુજીની ધ્વજા આગળ ધૂપ લઈને ચાલવાનો લાભ પૂર્ણિમાબેન વૃજલાલભાઈ સંઘવીએ લીધો હતો. બાકીના સાતેય ચડાવા, પ્રભુજીની ધ્વજા ચડાવવાનો લાભ, પ્રભુજીની ધ્વજા આગળ દીપક લઈને ચાલવાનો,પ્રભુજીની ધ્વજાની જમણી બાજુ ચામર લઈને ચાલવાનો લાભ, પ્રભુજીની ધ્વજાની ડાબી બાજુએ ચામર લઈને ચાલવાનો લાભ,આરતી લાભ, મંગલ દીવાનો લાભ અને શાંતિ કળશ નો લાભ માતૃશ્રી સુરજબેન હરિલાલભાઈ બાબરીયાએ લીધો હતો. આમ કુલ નવ ચડાવા માંથી સાત ચડાવા નો લાભ માતૃશ્રી સુરજબેન હરિલાલભાઈ બાબરીયાએ લીધો હતો.
MANDVI-KUTCH : બપોરે 12: 39 વાગ્યે માતૃશ્રી સુરજબેન હરિલાલભાઈ બાબરીયા પરિવાર એ "ધ્વજારોહણ" કરેલું હતું. જ્યારે બપોરે 1:00 વાગ્યે જૈનપુરી માંડવી મધ્યે મહાવીર સ્વામી ભગવાનના જિનાલય ની આજુબાજુ રહેતા પરિવારો તરફથી પાંચેય ગચ્છના "સ્વામિ વાત્સલ્ય" નો કાર્યક્રમ યોજાયો હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
આ પણ વાંચો : KUTCH: ભુજમાં 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી,NDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ
INDIAN SOCIOLOGIST