Republic Day / 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની પરેડમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ હશે મુખ્ય મહેમાન
Republic Day : ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો આ વખતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. મળતી માહિતી મુજબ, સુબિયાન્ટો ભારતની મુલાકાત પછી તરત પાકિસ્તાન નહીં જાય. હકીકતમાં આ મુદ્દો ભારત દ્વારા ઇન્ડોનેશિયા સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો. અગાઉ પાકિસ્તાની મીડિયામાં સમાચાર હતા કે સુબિયાન્ટો ભારતની મુલાકાત પછી તરત પાકિસ્તાન જવાની યોજના બનાવી રહ્યા હતા.
Republic Day : અહેવાલો અનુસાર ભારતે હજુ સુધી આ વર્ષના પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિની ઔપચારિક જાહેરાત નથી કરી. સુબિયાન્ટોની હાજરી આ વખતે પ્રજાસત્તાક દિવસને વધારે ખાસ બનાવશે. તેમની યાત્રા ભારત-ઈન્ડોનેશિયા સંબંધોને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
Republic Day : ભારત દર વર્ષે પ્રજાસત્તાક દિવસ સમારોહમાં ભાગ લેવા માટે વર્લ્ડ લીડર્સને આમંત્રિત કરે છે. ગત વર્ષે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા, જ્યારે 2023 માં, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફત્તાહ અલ-સીસી આ પ્રસંગે હાજરી આપશે. કોવિડ-19 મહામારીના કારણે 2021 ને 2022માં પ્રજાસત્તાક દિવસ પર કોઈ મુખ્ય અતિથિ નહતા. ત્યારે 2020માં બ્રાઝિલના તાત્કાલિક રાષ્ટ્રપતિ જેર બોલસોનારો, 2019માં દક્ષિણ આફ્રિકાના તાત્કાલિક રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને 2018,આ ASEAN દેશોના તમામ 10 નેતાઓએ સમારોહમાં ભાગ લીધો હતો.
Republic Day : પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિના રૂપે હાજરી આપનારા અન્ય અગ્રણી નેતાઓમાં 2017 માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બીન ઝાયેદ અલ નાહ્યાન, 2016 માં ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ ઓલાંદ અને 2015 માં યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો સમાવેશ થાય છે.
Republic Day : પ્રજાસત્તાક દિવસ સમારોહમાં ભાગ લેનારા રાષ્ટ્રાધ્યક્ષો અને સરકારના પ્રમુખોમાં નિકોલસ સરકોજી, વ્લાદિમીર પુતિન, નેલ્સન મંડેલા, જોન મેજર, મોહમ્મદ ખાતમી અને જેક્સ શિરાક સામેલ છે, તાત્કાલિક બિટીશ પ્રધાનમંત્રી જોન મેજરે 1993માં પ્રજાસત્તાક દિવસ સમારોહમાં હાજરી આપી હતી, ત્યારે નેલ્સન મંડેલાએ 1995માં અને દક્ષિણ કોરિયાના તાત્કાલિક રાષ્ટ્રપતિ લી મ્યુંગ બાકે 2010માં હાજરી આપી હતી