THE INDIAN SOCIOLOGIST

Standard Club Carnival : ભારતીય માનવ બ્યુરો સુરત દ્વારા ૭૮માં સ્થાપના દિવસ નિમિત્તે 'સ્ટાન્ડર્ડ ક્લબ કાર્નિવલ' નું આયોજન કરાયું.

Standard Club Carnival : ભારતીય માનવ બ્યુરો સુરત દ્વારા ૭૮માં સ્થાપના દિવસ નિમિત્તે 'સ્ટાન્ડર્ડ ક્લબ કાર્નિવલ' નું આયોજન કરાયું.


Standard Club Carnival : બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS), સુરત બ્રાન્ચ ઓફિસ દ્વારા બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના ૭૮માં સ્થાપના દિવસ નિમિત્તે સ્ટાન્ડર્ડ ક્લબ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના સાયન્સ સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમ કાર્નિવલની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્નિવલમાં વિવિધ સ્ટાન્ડર્ડ ક્લબના લગભગ ૧,૦૦૦ વિધાર્થીઓ અને મેન્ટર, નિર્માતાઓ તેમજ BIS ના અધિકારીઓએ ભાગ લીધો હતો. કાર્નિવલ દરમિયાન વિદ્યાર્થીઓમાં BIS અને ગુણવત્તા વિશે જાગૃતિ વધારવા માટે સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓએ વિવિધ સાયન્સ પ્રોજેક્ટના મોડલ પ્રદર્શિત કર્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી, હાઇડ્રોજન ઇંધણ, બાયોડીઝલ, સોલાર સિસ્ટમ, વોટર હાર્વેસ્ટિંગ, પર્યાવરણ સંરક્ષણ, જળ સંરક્ષણ, ગ્રીન એનર્જી જેવી બાબતોને આવરી લેવામાં આવી હતી. ઉપરાંત વિવિધ ઉદ્યોગોએ પણ રમકડાં, કેબલ, સ્વીચો, કૃષિ સાધનો જેવા કે, વોટર ડ્રિપર, સ્પ્રિંકલર્સ વગેરે જેવા ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું. આ અવસરે શહેરના ડીસીપી શ્રી વિજય સિંહ ગુર્જર ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે બીઆઈએસ દ્વારા લેવામાં આવેલી સ્ટાન્ડર્ડ ક્લબની પહેલની પ્રશંસા કરી હતી અને સામાન્ય જીવનમાં ઉત્પાદનની ગુણવત્તાની પ્રશંસા કરી હતી. તેના મહત્વ વિશે તેમજ ગ્રાહક સુરક્ષા અને આર્થિક પ્રગતિમાં માનકોના મહત્વ પર ભાર મૂક્યો હતો.

Standard Club Carnival : ભારતીય માનક બ્યુરોને તેના ૭૮મા સ્થાપના દિવસના અવસર પર સૌને અભિનંદન પાઠવ્યા. બી.આઈ.એસ. સુરત શાખાના વરિષ્ઠ નિયામક અને વડા શ્રી એસ.કે.સિંહે રોજિંદા જીવન ઉપયોગમાં લેવામાં આવતી ચીજવસ્તુઓના ટકાઉપણું હાંસલ કરવામાં માનકોની ભૂમિકા વિશે વક્તવ્ય આપ્યું હતું. તેમણે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા શરૂ કરાયેલ સ્ટાન્ડર્ડ્સ ક્લબનો ઉદ્દેશ, ક્લબમાં હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ અને તેના વિદ્યાર્થીઓને મળતા લાભો વિશે વિગતો આપી હતી. કાર્નિવલમાં ક્વિઝ કોમ્પિટિશનના વિજેતા વિદ્યાર્થીઓને ઈનામો આપવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન દ્વારા ભાગ લેનાર મેકર્સ, ક્લબના વિદ્યાર્થીઓ અને મેન્ટરોને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST