SURAT : માંડવી નગરપાલિકા ખાતે રૂ.૮.૧૫ કરોડના ખર્ચે ઘર-ઘર ગેસ પાઈપલાઈન સહિત વિકાસકામોનું લોકાર્પણ કરતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ
સાંસદ પ્રભુભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ
SURAT : સુરત જિલ્લાની માંડવી નગરપાલિકા ખાતે રૂ.૮.૧૫ કરોડના ખર્ચે ઘર-ઘર ગેસ પાઈપલાઈન સહિતના વિકાસકામોનું આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે લોકાર્પણ કરાયું હતું. નગરપાલિકા દ્વારા રૂ.૩૦ લાખના ખર્ચે રામજી મંદિર શોપિંગ સેન્ટર, રૂ. ૬૪ લાખના ખર્ચે અંબાજી પંપીંગ સ્ટેશન સ્થિત શોપિંગ સેન્ટર, NPCIL કાકરાપાર અને સરકારના ૧૫માં નાણાપંચ યોજના અંતર્ગત રૂ.૧.૪૬ કરોડના ખર્ચે ઝોરા ફળિયાથી અંબાજી પંપીંગ સ્ટેશન સુધી રાઈઝીંગ મેઈન લાઇન તથા સંપનું કામ તથા રૂ.૫.૫ કરોડના ખર્ચે ગુજરાત ગેસ દ્વારા ઘર ઘર ગેસ સપ્લાયનું કામ અને રૂ.૨૫ લાખના ખર્ચે અર્બન ફોરેસ્ટ સહિતના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ સંપન્ન થયું હતું.
SURAT : આ અવસરે મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, માંડવી નગરપાલિકામાં જનસુખાકારી સાથે અવિરત વિકાસકાર્યો થાય એ જ મારી પ્રાથમિકતા છે. ઘર-ઘર સુધી ગેસ પાઇપ લાઇનની સુવિધા ઉપલબ્ધ થવાથી દરેક ઘરમાં રસોઈ ગેસ પહોંચશે. નગરપાલિકા દ્વારા પીવાના પાણી, રોડ-રસ્તા, આરોગ્ય સહિતના કામો થકી નગરના વિકાસ સાથે માંડવી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તમામ પ્રકારની આરોગ્યની સુવિધા આવનાર સમયમાં મળતી થશે. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, માંડવી નગરમાં વસતા લોકોની ભૌતિક સુખાકારી માટે વિકાસકાર્યો અવિરત થઈ રહ્યા છે. દેશને આત્મનિર્ભર બનાવવા ભારત સરકારના અણુ ઉર્જા વિભાગના માર્ગદર્શન હેઠળ સ્વદેશી ૭૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કરતાં પ્લાન્ટ કાકરાપાર અણુમથક પાવર પ્રોજેક્ટ (કેએપીપી) સુરત ખાતે કાર્યરત છે. વિજળી એ દરેક માનવીના જીવનની પ્રાથમિક જરૂરિયાત બની છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં પહેલા નળથી જળ પહોંચાડ્યું અને હવે ઘર ઘર પાઈપ લાઈનથી રસોઈ ગેસ મળતો થાય તે દિશામાં સરકાર કાર્ય કરી રહી છે. વધુમાં સાંસદશ્રી ઉમેર્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અન્ય ઈંધણ કરતા સૌથી સસ્તું ઈંધણ ગણાતું ગેસ પાઈપ લાઈન દ્વારા ઘર ઘર સુધી પહોંચાડ્યું છે.
SURAT : આ પ્રસંગે મંત્રી-પદાધિકારીઓના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ નિમેષભાઈ શાહ, સુરત અગ્રણીઓ સર્વશ્રી જિગર નાયક, રાજુ પટેલ, પૂર્વીબેન પટેલ, ડો.આશિષભાઈ, ડો.આશિષ ઉપાધ્યાય, જગદીશ પારેખ, રોહિત પટેલ, NPCILના સાઈટ ડાયરેક્ટર એસ.કે.માલવિયા, નગરપાલિકાના પદાધિકારીઓ સહિત લાભાર્થીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : INDIAN SCOUT & GUIDE FELLOWSHIP : ‘રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અને ઈન્ટરનેશનલ યુથ એવોર્ડ સમારોહ’
INDIAN SOCIOLOGIST