થેલેસેમિયાગ્રસ્ત બાળકોને મળ્યો રાજ્યપાલશ્રીનો સંવેદનાભર્યો સ્પર્શ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રેડક્રોસની અમદાવાદ શાખાની મુલાકાત લીધી
THALASSEMIA : રક્તદાન માટેનું પ્રથમ ગીત અને મેસ્કોટ બનાવનાર રેડક્રોસ અમદાવાદ શાખા ભારતમાં રક્તદાનની રાજધાની : રેડક્રોસ શતાબ્દી ભવન શેરદિલ અને કેરદિલની થીમ આધારિત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રેડક્રોસ અમદાવાદ શાખાની અત્યાધુનિક ઇમારત ‘રેડક્રોસ શતાબ્દી ભવનની સૌજન્ય મુલાકાત લીધી હતી. રાજ્યપાલનું ‘ચીફ પેટ્રોન ઓફ બ્લડ ડોનેશન કેપીટૅલ ઓફ ઇન્ડીયા’ તરીકે અભિવાદન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રીએ આ મુલાકાત વેળાએ રેડક્રોસ અમદાવાદની વિવિધ સેવા પ્રવૃત્તિઓ અને સુવિધા પ્રકલ્પોની માહિતી મેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રેડક્રોસ અમદાવાદ શાખાએ ગત વર્ષે તેના કાર્યકાળના ૧૦૦ વર્ષ પૂરા કર્યા છે. અમદાવાદ ભારતનું બ્લડ ડોનેશન કેપિટલ છે, તેમાં રેડક્રોસ અમદાવાદ શાખાની મહત્વની ભૂમિકા છે.
THALASSEMIA : અમદાવાદ જિલ્લા રેડક્રોસ દ્વારા વર્ષે ૧૨૪૦ જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને બ્લડ ટ્રાન્સફ્યુઝનની સેવા નિયમિત આપવામાં આવે છે, તેની વિગતો રાજ્યપાલશ્રીએ મેળવી હતી.
THALASSEMIA : રાજ્યપાલશ્રીએ રેડક્રોસમાં બ્લ્ડ ટ્રાન્સફ્યુઝનની સેવા લઇ રહેલા બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. બાળકોએ આ તકે રાજ્યપાલશ્રીનો સંવેદનાસભર સ્પર્શ અને ઉજ્જ્વળ કારકીર્દીના નિર્માણ માટેનું માર્ગદર્શન મેળવ્યું હતું . થેલેસેમિયાગ્રસ્ત બાળકોના વાલીઓ, માતા-પિતાને પણ રાજ્યપાલશ્રી મળ્યા હતા.
દાયકાઓથી રેડક્રોસમાં બ્લડ ટ્રાન્સફયુઝનની સુવિધા મેળવતા બાળકોમાંથી કોઈ ફર્ટિલાઇઝર પ્લાન્ટનો માલિક, કોઈ યુટુબર તો કોઇ જાદુગર બનીને સફળ જીવન વ્યતિત કરી રહ્યા છે, દીર્ઘાયું ભોગવી રહ્યા છે તેની માહિતી પણ રાજ્યપાલશ્રીએ મેળવી હતી.
THALASSEMIA : અમદાવાદ રેડક્રોસ ભવનમાં રક્તદાતાઓને ‘શેરદિલ’ –લાયન હાર્ટ અને રક્તદાતાઓની સંભાળ લેતી પરિચારિકાને ‘કેરદિલ’ - લેડી લાયન તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આ સમગ્ર ભવન ‘શેરદિલ’ અને ‘કેરદિલ’ની થીમ આધારિત છે. તેના અનુસંધાનમાં રક્તદાન અંગેનું ગીત અને મેસ્કોટ - ‘શેરદિલ’ તૈયાર કરવામાં રેડક્રોસ અમદાવાદ દેશમાં પ્રથમ છે, તેમ રાજીપાલશ્રીને જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : DUBAI : દુબઈ જતાં લોકો માટે ગુડ ન્યૂઝ, અમદાવાદ-મુંબઈ માટે અમીરાત નવુ એરક્રાફ્ટ A350 શરૂ કરશે
INDIAN SOCIOLOGIST