THE INDIAN SOCIOLOGIST

VIKLANG KANYA CHHATRALAY : 76 મો પ્રજાસત્તાક દિન આન- બાન અને શાન થી ઉજવાશે.

VIKLANG KANYA CHHATRALAY : માંડવીના વિકલાંગ કન્યા છાત્રાલયમાં 76 મો પ્રજાસત્તાક દિન આન- બાન અને શાન થી ઉજવાશે.


VIKLANG KANYA CHHATRALAY : માંડવીમાં 32 વર્ષથી કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત, વિકલાંગ કન્યા છાત્રાલય (પાંજરાપોળ સામે, નાગલપર રોડ) માં 76 મો પ્રજાસત્તાક દિન, 26 મી જાન્યુઆરીના રોજ આન,બાન અને શાન થી ઉજવાશે.

VIKLANG KANYA CHHATRALAY : વિકલાંગ કન્યા છાત્રાલયના પરિસરમાં, સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા ના પ્રમુખ સ્થાને યોજાનાર કાર્યક્રમમાં, મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડૉ. ચંદ્રકાંતભાઈ ચોથાણીના હસ્તે, સંસ્થાના ટ્રસ્ટી મંડળ અને દિવ્યાંગ કન્યાઓની ઉપસ્થિતિમાં 26 જાન્યુઆરીના રોજ સવારના 11:00 કલાકે, ધ્વજવંદન થનાર હોવાનું સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.આ પ્રસંગે દિવ્યાંગ છાત્રાઓ સાંસ્કૃતિક કાર્યક્રમ અને દેશભક્તિના ગીતો રજૂ કરશે

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST