માંડવીની સરકારી પ્રાથમિક શાળા- જૈન નુતન પ્રાથમિક શાળા નંબર -3 ના વિદ્યાર્થીઓએ માંડવીના વિવિધ સ્થળોની શૈક્ષણિક મુલાકાત લીધી
JAIN NUTAN : જિલ્લા પંચાયત સંચાલિત, માંડવી શહેરની જૈન નુતન પ્રાથમિક શાળા નંબર -3 ના વિદ્યાર્થીઓએ તાજેતરમાં માંડવીના વિવિધ સ્થળોની શૈક્ષણિક મુલાકાત લીધી હતી.
JAIN NUTAN : નેશનલ એજ્યુકેશન પોલીસી- 2020 અંતર્ગત પ્રિ- વોકેશનલ ટ્રેનિંગના ભાગરૂપે, શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી ના માર્ગદર્શન હેઠળ,શાળાના શિક્ષિકાઓ ભાવિનીબેન વાસાણી અને વર્ષાબેન સોમૈયા સાથે શાળાના 65 વિદ્યાર્થીઓએ તાજેતરમાં માંડવીની પોર્ટ ઓફિસ, કોસ્ટ ગાર્ડ,(SN TRISHUL SHIP),મરીન પોલીસ સ્ટેશન અને પંજાબ નેશનલ બેંકની શૈક્ષણિક મુલાકાત લીધી હોવાનું શાળાની S.M.C.ના શિક્ષણવિદ અને શાળાના પૂર્વ આચાર્ય દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
JAIN NUTAN : બેંક મેનેજર અને જે તે ઓફિસના અધિકારીશ્રીઓ અને સ્ટાફે શાળાના વિદ્યાર્થીઓને વિગતે માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડેલ હતું.