THE INDIAN SOCIOLOGIST

Disabled students : વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓ સહિત કુલ એક હજાર થી વધારે બાળકોને રાજાશાહી તિથિ ભોજન

Disabled students : વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓ સહિત કુલ એક હજાર થી વધારે બાળકોને રાજાશાહી તિથિ ભોજન 

Disabled students : માંડવીના જાણીતા આંતરરાષ્ટ્રીય કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રીની પ્રેરણાથી મૂળ માધાપર ના પરંતુ હાલમાં લંડન નિવાસી દાતાએ પુત્ર જન્મની ખુશાલીમાં માંડવીની પાંચ સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત, વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓ સહિત કુલ 1,000 (એક હજાર ) થી વધારે બાળકોને રાજાશાહી તિથિ ભોજન કરાવીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પુરૂં પાડેલ છે.

Disabled students : મૂળ માધાપર (તા. ભુજ)ના પરંતુ હાલમાં લંડન નિવાસી મિનેશભાઇ વિનોદભાઈ માવજી વરસાણી પરિવારના વિનોદભાઈ માવજી વરસાણી ની દીકરી હિનાબેન મનીષભાઈ હિરાણી ને ત્યાં પુત્ર જન્મની ખુશાલીમાં, માંડવીના જાણીતા આંતરરાષ્ટ્રીય કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રીની પ્રેરણાથી, માંડવી શહેરની હરિરામ નથુ કોઠારી પ્રાથમિક શાળા,ગોકુલદાસ બાભડાઈ ગ્રુપ પ્રાથમિક શાળા, જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર-૩ , ડૉ.જયંત ખત્રી પ્રાથમિક શાળા અને કામધેનુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓ સહિત કુલ 1000 (એક હજાર) થી વધારે વિદ્યાર્થીઓને રાજાશાહી તિથિ ભોજન વતન પ્રેમી દાતા તરફથી કરાવાયું હતું. આ સેવા કાર્યમાં માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે સહકાર આપેલ હતો.

Disabled students : તિથિ ભોજન ના પ્રેરણા દાતા અને માંડવીના જાણીતા આંતરરાષ્ટ્રીય કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રી એ બાળકો ને ભોજન પોતાના હસ્તે પીરસ્યું હતું. પાંચે શાળાના આચાર્યો અનુક્રમે મિતલબેન ચુડાસમા, મોસમીબેન જોશી, પુનિતભાઈ વાસાણી, રિતેશભાઈ ગુંસાઈ અને કમલેશભાઈ ચાવડા તથા વિકલાંગ કન્યા છાત્રાલયના ગ્રહમાતા પ્રવિણાબેન પાટોડી સહયોગી રહ્યા હતા.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST