RAPAR : રાપર તાલુકાના સઈ જૈન સંઘમાં સાધુ ભગવંતો - સાધ્વીજી ભગવંતો અને મુમુક્ષો ની આગામી છ વર્ષ માટે સાધર્મિક ભક્તિનો વિવિધ દાતા પરિવારોએ લાભ લીધો
RAPAR : રાપર (વાગડ) તાલુકા ના શ્રી સઈ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના ઉપક્રમે, તાજેતર માં 8 (આઠમી ) મી ફેબ્રુઆરી ના રોજ, શ્રી કુંથુનાથ જિનાલયની 14 મી સાલગીરી પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય શ્રી અનંતયશ સુરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી અનંતજ્ઞાન વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા -5 (પાંચ) ની પાવન નિશ્રામાં સાધુ ભગવંતો - સાધ્વીજી ભગવંતો અને મુમુક્ષોની આગામી છ વર્ષ માટે સાધર્મિક ભક્તિનો વિવિધ દાતા પરિવારોએ લાભ લીધો હતો.
RAPAR : માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહ (મહેતા )ના જણાવ્યા મુજબ સંવત 2078 ની સાલ માટે ગાંધી વીરજીભાઈ દામજીભાઈ, 2079 માટે મહેતા ચુનીલાલ અમુલખભાઈ એ, 2080 માટે ગડા મેઘજીભાઈ બચુભાઈ- સામખીયારી અને ભણસાલી અમરચંદભાઈ વેણીદાસભાઈ (હસ્તે :નવીનભાઈ)એ, 2081 માટે ગડા ભારતીબેન મેઘજીભાઈ- સામખીયારી અને ભણસાલી હીરૂબેન અમરચંદભાઈ (હસ્તે: નવીનભાઈ)એ ,2082 માટે મહેતા કાનુબેન ચુનીલાલ અને 2083 ની સાલ માટે ગડા મેઘજીભાઈ બચુભાઈ- સામખીયારી એ સાધુ ભગવંતો -સાધ્વીજી ભગવંતો અને મુમુક્ષોની સાધર્મિક ભક્તિ નો લાભ લીધેલ છે.
આ પણ વાંચો : Disabled students : વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓ સહિત કુલ એક હજાર થી વધારે બાળકોને રાજાશાહી તિથિ ભોજન
INDIAN SOCIOLOGIST