ગુજમિન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના રાજ્યના ઉપપ્રમુખ તરીકે માંડવીના દીપકભાઈ પંડ્યા ની વરણી કરાઈ.
KUTCH : સમગ્ર ગુજરાત રાજ્યના ખનીજ ઉદ્યોગ સાથે સંકળાયેલ સંસ્થા "ગુજમિન ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન"ની અમદાવાદ ખાતે તાજેતરમાં મળેલ 58 ની વાર્ષિક સામાન્ય સભામાં કચ્છ માઈન્સ મિનરલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અને માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા ની ગુજમિન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન નાં રાજ્યના ઉપપ્રમુખ તરીકે વરણી થતાં તેમને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.
KUTCH : આ સામાન્ય સભામાં ચૂંટણી અધિકારી શ્રી કે.એમ.પટેલ સાહેબે સંસ્થાના રાજ્યના ઉપપ્રમુખ તરીકે માંડવી ના દીપકભાઈ પંડયા ની જાહેરાત કરતા ઉપસ્થિત સર્વે આ જાહેરાતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજમિન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન છેલ્લા 58 વર્ષથી કાર્યરત છે અને સમગ્ર રાજ્યના 700 (સાતસો) સભાસદ ધરાવતા હોવાનું માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના મંત્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
KUTCH : ખૂબ જ મહત્વનો અને પ્રતિષ્ઠિત હોદો મેળવવા માટે ભાગ્યશાળી બનનાર માંડવી ના દીપકભાઈ પંડ્યાને માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલ અને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના મંત્રી દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ લિનેશભાઈ શાહ,ખજાનચી ભરતભાઈ કપ્ટા અને સભ્યો તેમજ કચ્છ માઈન્સ મિનરલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના હોદ્દેદારો અને સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી દિપકભાઈ પંડ્યાને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતનું 3.70 લાખ કરોડનું બજેટ:5 લાખ નવી રોજગારી ઉભી કરવાની જાહેરાત જાણો વિગતો
INDIAN SOCIOLOGIST