VADODARA : વડોદરા કલેકટર તરીકે કાર્યભાર સંભાળતા ડો. અનિલ ધામેલિયા
VADODARA : રાજ્ય સરકાર દ્વારા હાલમાં કરવામાં આવેલા બદલીના આદેશોમાં વડોદરા કલેકટર તરીકે નિયુક્તિ પામેલા ડો. અનિલ ધામેલિયાએ આજે વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો હતો.
બઢતી સાથે વિદાય લઈ રહેલા વરિષ્ઠ સનદી અધિકારી શ્રી બીજલ શાહે તેમને કલેકટર કચેરીમાં આવકારી શુભકામનાઓ પાઠવી હતી.
VADODARA : ચાર્જ સંભાળવાની સાથે નવનિયુક્ત કલેક્ટરશ્રીને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હીરપરા ઉપરાંત નિવાસી અધિક કલેકટર શ્રી બી. એસ. પટેલ સહિત વિવિધ શાખાઓના નાયબ કલેકટર તથા મામલતદાર દ્વારા આવકારવામાં આવ્યા હતા.