EYE CAMP : માંડવીમાં યોજાયેલા નિઃશુલ્ક નેત્ર નિદાન અને સારવાર કેમ્પનો 56 દર્દીઓએ લાભ લીધો.
- માંડવી ના સેવા મંડળ અને ભોજાય સર્વોદય ટ્રસ્ટનું સંયુક્ત આયોજન.
- દવા પણ નિઃશુલ્ક અપાઈ, ઓપરેશન ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં નિઃશુલ્ક કરાશે.
EYE CAMP : માંડવીના સેવા મંડળ અને ભોજાય સર્વોદય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે "મોતિયા મુક્ત કચ્છ અભિયાન " અંતર્ગત આંખોની તપાસણી નો અને સારવાર નો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ તાજેતરમાં માંડવીના સેવા મંડળ ના મંછારામ બાપુના વાડા( ભીડ બજાર ) માંડવી માં યોજાયેલા કેમ્પનો કુલ 56 દર્દીઓએ લાભ લીધો હતો.
EYE CAMP : ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલના ડૉ .સતિષભાઈ જોશી એ આંખોની તપાસણી કરી માર્ગદર્શન આપેલ હતું.દર્દીઓને દવા પણ નિઃશુલ્ક અપાઈ હતી.આ કેમ્પમાં લક્ષ્મીચંદભાઈ ગોસર,યસ,દીપ, જગદીશભાઈ સોલંકી અને સબીનાબેન નોડે સહયોગી રહ્યા હતા.
EYE CAMP : ઓપરેશન લાયક દર્દીઓ ના ઓપરેશન ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં, ભોજાય માં નિઃશુલ્ક કરી અપાશે.
EYE CAMP : માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, ટ્રસ્ટી મંડળના ભગવતી પ્રસાદ ભાઈ મોથારાઈ, ચંદ્રશેનભાઈ શાહ, ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ શાહે કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સ્ટાફના દિપકભાઈ સોની, રેખાબેન સોની અને ડોલીબેન રાઠોડ સહયોગી રહ્યા હતા.
EYE CAMP : ભોજાય સર્વોદય ટ્રસ્ટ અને માંડવીના સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે દર મહિનાના પહેલા રવિવારે,માંડવીના સેવા મંડળ ના, મંછારામ બાપુનાવાડા ( ભીડબજાર ) માંડવીમાં, આંખોની તપાસણી અને સારવારનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખવામાં આવતો હોવાનું ભોજાય સર્વોદય ટ્રસ્ટના ચેરમેન લીલાધરભાઇ ગડા (અધા) અને માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને ટ્રસ્ટી મંડળે જણાવ્યું હતું.
આ પણ વાંચો : MANDVI : માંડવી ની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી નો 33 મો સ્થાપના દિવસ દિવ્યાંગોના સેવા કાર્યથી ઉત્સાહભેર ઉજવાયો.
INDIAN SOCIOLOGIST