THE INDIAN SOCIOLOGIST

હાડકાં નો ફ્રી મેડિકલ તપાસ કેમ્પ નારાયણ આશ્રમ ખાતે યોજાયો

જેજેસી લેડીઝ વિગ માંડવી દ્વારા હાડકાં નો ફ્રી મેડિકલ તપાસ કેમ્પ નારાયણ આશ્રમ ખાતે યોજાયો.



દાતાશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબીયા પરિવાર (મુંબઈ )ના આર્થિક સહયોગથી અને નારાયણ સ્વામી આશ્રમ મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહંત શ્રી શ્યામભારતીજી બાપુ ના સ્થળ સહયોગ અને આશિવૉદ થી, પ્રોજેક્ટ ચેર પર્સન ડોક્ટર પારૂલબેન ડેનિસ ગોગરી ના માર્ગદર્શન હેઠળ અમદાવાદ થી આવેલ મેડિકલ ટીમ દ્વારા માંડવી ની જનતા માટે હાડકાં ની કોમ્પ્યુટરાઈઝડ ફ્રી તપાસ, નિદાન અને સારવારનો મેડિકલ કેમ્પ યોજાયો.જેમા અંદાજીત ૨૦૦ જેટલા લોકો એ લાભ લીધો તથા ૫૦% રાહતદરે દવાનુ વિતરણ કરવામાં આવ્યું.મસ્કત ગુજરાતી સમાજ નાં સ્થાપક પ્રમુખ શ્રી ચંદ્રકાંત ભાઈ ચોથાણી, અમદાવાદ ના અતુલભાઈ મોદી, મોરબી ના શિવમભાઈ પંડ્યા એ વિશીષ્ટ હાજરી આપી.આ સાથે જેજેસીના ભાવિન ભાઈ શાહ, જુગલભાઈ સંઘવી,રાજેશભાઈ દોશી,લેડીઝ વિગ પ્રમુખ ગિતાબેન વોરા, ઉપપ્રમુખ રજજુબેન શાહ, મંત્રી ભારતીબેન સંઘવી, ખજાનચી લીનાબેન શાહ, કારોબારી સભ્યો બકુલા બેન શાહ, મમતાબેન શાહ, ચંદ્રિકાબેન સંઘવી એ હાજરી આપી તથા ડેનિસ ભાઈ ગોગરી,હર્ષ દેઢિયા, નૈતિક સોની,કિશન પરમાર, હાર્દિકા બેન ઢાલવાણી,જયશ્રીબેન ગિરનારી, છાયાબેન વાલિયા, દેવિકાબેન ચુડાસમા,ડી.કે.પંચાલે કેમ્પ માં સેવા આપી હોવાનું દિનેશ ભાઇ શાહે જણાવ્યું હતું.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST