MADHAVPUR : માધવપુરના મેળામાં ભુજની પૂર્વી લોકકલા કેન્દ્રની દીકરીઓ કચ્છી કૃતિની રજૂઆત કરશે.
MADHAVPUR : આગામી છઠ્ઠી એપ્રિલ થી દસમી એપ્રિલ સુધી માધવપુરના મેળામાં ભુજની પૂર્વી લોકકલા કેન્દ્રની દીકરીઓ કચ્છી કૃતિની રજૂઆત કરશે.
MADHAVPUR : ગુજરાતના 800 સહિત ઇસ્ટ ઝોન ના 1600 કલાકારો પોતાની કલાનું કામણ પ્રસ્તુત કરશે.
MADHAVPUR : માધવપુરમાં તા. 6 /4 થી 10/ 4 સુધી મેળો યોજાશે. આ મેળામાં ભુજની પૂર્વી લોકકલા કેન્દ્રની દીકરીઓ કચ્છી કૃતિની રજૂઆત કરનાર છે.
પોરબંદર જિલ્લા/તાલુકા નાં "ઘેડ પ્રદેશ " માં દરિયા કાંઠે આવેલું માધવપુર(ઘેડ) માં દર વર્ષે યોજાતા મેળામાં આ વખતે કાંઈક અલગ જ જોમ સાથે ગુજરાત અને ઈસ્ટ ઝોનના કુલ 1600 કલાકારો મળીને ગુજરાત અને ઇસ્ટ ઝોન નીસંસ્કૃતિનું મિશ્રણ કરી માધવપુરના મેળા ને અલગ જ રૂપ આપવા જઈ રહ્યા છે.
MADHAVPUR : ભારતમાંથી સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મિઝોરમ, મણીપુર વગેરે રાજ્યના કુલ 800 કલાકારો ગુજરાતમાં માધવપુર ની ભૂમિ પર, ઈસ્ટ ઝોનની સંસ્કૃતિ રજૂ કરશે. જ્યારે ગુજરાતના તમામ જિલ્લામાંથી ગુજરાતના 800 કલાકારો ગુજરાતની સંસ્કૃતિ રજૂ કરી માધવપુરના મેળા ને વિશ્વ ફલક પર રેકોર્ડ કરશે. આ માધવપુરના મેળામાં કચ્છ- ભુજ માંથી પૂર્વી લોકકલા કેન્દ્ર -ભુજ ની દીકરીઓ,રબારી, ગઢવી અને સોઢાની દીકરીઓ કચ્છી નૃત્ય રજુ કરી, માધવપુરના મેળામાં કચ્છી સંસ્કૃતિની ઝલક દેખાડશે. આ નૃત્યમાં કોરિયોગ્રાફર ગુજરાત સરકારના રાજ્ય એવોર્ડ વિજેતા શ્રેષ્ઠ શિક્ષક શ્રી શૈલેષકુમાર એચ. સિંધલ તથા પૂર્વી સિંધલે કર્યું છે. જ્યારે ટીમ લીડર તરીકે ભાવનાબેન સિંધલ સાથે રહેનાર હોવાનું માંડવીના રાજ્ય /રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી -ભુજના જિલ્લા પ્રાંત અધિકારી દેવાંશીબેન ગઢવી ના માર્ગદર્શન હેઠળ આ ટીમને તૈયાર કરવામાં આવેલ છે. અને માધવપુરના મેળામાં ભાગ લેવા માટે પસંદગી કરેલ હોવાનું એવોર્ડ શિક્ષક શ્રી શૈલેષકુમાર સિંધલે જણાવ્યું હતું.
આ પણ વાંચો : માંડવીમાં યોજાયેલા નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર મેડિકલ કેમ્પ
INDIAN SOCIOLOGIST