GIANTS : જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી દ્વારા સ્વ. પ્રભાબેન વસાની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે જીવદયા ના વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા.
GIANTS : મહિલા શિક્ષણના પ્રખર હિમાયતી અને જેમની પાસે શિક્ષણ પામેલા અનેક વિદ્યાર્થીઓ આજે દેશ-વિદેશમાં મોટા હોદા ઉપર પહોંચીને માતૃભૂમિનું નામ રોશન કર્યું છે એવા શ્રી ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય માંડવી ના પૂર્વ આચાર્યા સ્વ. પ્રભાબેન વસાની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે તારીખ ૨૮/૦૩/૨૦૨૫ ને શુક્રવારના જીવ દયા ના વિવિધ પ્રોજેક્ટ કરવામાં આવ્યા જેમાં માંડવી પોલીસ સ્ટેશન મધ્યે ચકલી ઘર તેમજ પાણીના કુંડા લગાવવામાં આવ્યા તેમજ વિતરણ કરવામાં આવ્યા આ ઉપરાંત માંડવી શીતલા માતાજી મંદિર પાસેના તળાવમાં માછલીઓને લોટની ગોળી આપવામાં આવી તેમજ ગઢસીસા રોડ પર બાયપાસ રોડ પાસે કૂતરાઓને બિસ્કીટ આપવામાં આવ્યા.
GIANTS : આ પ્રોજેક્ટમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના યુનિટ ડાયરેક્ટર યોગેશકુમાર મહેતા, ફેડરેશન વાઈસ પ્રેસિડેન્ટ યોગેશભાઈ ત્રિવેદી, ઓફિસર દીપકભાઈ સોની, પ્રમુખશ્રી હિંમતસિંહ જાડેજા, મંત્રી યોગેશભાઈ ભટ્ટ, ખજાનચી પરેશભાઈ અગેરા, જીવદયા ચેરમેન અરવિંદભાઈ જેઠવા, આઇ.પી.પી. પરેશભાઈ સોની, એસ.એમ.ઓ. રાજેશભાઈ સોની, પરિનભાઈ વાંઝા તપનભાઈ વૈધ અને વસંત ગીરી ગોસ્વામી હાજર રહ્યા હતા. માંડવી પોલીસ સ્ટેશનમાંથી પી.એસ.આઇ. શ્રી જાદવ સાહેબ તથા પી.એસ.આઇ. શ્રી મોદી સાહેબ તથા સમગ્ર સ્ટાફે વિશેષ સહયોગ આપ્યો હતો. આ સમગ્ર આયોજન માટે જયેશભાઈ શાહનો વિશેષ સહયોગ મળેલ હતો. આ સમગ્ર પ્રોજેક્ટ માટે આર્થિક સહયોગ ડોક્ટર દક્ષાબેન અતુલભાઇ વસા (જામનગર નિવાસી) તરફથી મળ્યો હતો.
આ પણ વાંચો : દિવ્યાંગ ભાઈ ને દાતાના સહયોગથી, ટ્રાયસિકલ અર્પણ