માંડવીના સૌમિલ વિવેકભાઈ શાહે ધોરણ 12 સાયન્સમાં 90.92% માર્કસ અને 99.43 પર્સન્ટાઈલ મેળવી માંડવી જૈન સમાજનું ગૌરવ વધાર્યું.
માંડવી સેવા મંડળના પૂર્વ ટ્રસ્ટી અને માંડવી ખરતરગચ્છ જૈન સંઘના સેવાભાવી અગ્રણી ચંદુલાલ ભવાનજી શાહ અને જયાબેન ચંદુલાલ શાહના તેજસ્વી પૌત્ર સૌમિલ વિવેકભાઈ શાહે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં, વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ)માં, માંડવીની જાણીતી શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયમાંથી ,90.92% ગુણ અને 99.43 પર્સન્ટાઈલ મેળવીને માંડવી જૈન સમાજનું ગૌરવ વધારેલ હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
તેજસ્વી વિદ્યાર્થી સૌમિલ શાહ અને માતા મહિમાબેન તથા પિતા વિવેકભાઈ શાહને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે
આ પણ વાંચો : માંડવીમાં ભીડભંજન પાર્શ્વનાથ દાદાનો ધ્વજારોહણ કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક રંગેચંગે સંપન્ન થયો