THE INDIAN SOCIOLOGIST

ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના

ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના


ગુજરાત રાજ્યના તમામ અધિકારી -કર્મચારી અને પેન્શનર્સ માટે "ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના ની કેબિનેટે બહાલી આપી તેને કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજ અને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજે આપેલો આવકાર

ગુજરાત રાજ્યના તમામ અધિકારી -કર્મચારી અને પેન્શનર્સ માટે "ગુજરાત કર્મયોગી સ્વસ્થ સુરક્ષા યોજના"ને આજે તારીખ 14/0 5 ના મળેલી રાજ્ય સરકારની કેબિનેટે મંજૂરી આપેલ છે તેને કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજ અને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજે આવકાર આપીને રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાણામંત્રી માનનીય કનુભાઈ દેસાઈ સાહેબને અભિનંદન પાઠવી તેમનો આભાર માનેલ છે

કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ રશ્મિભાઈ પંડ્યા, મહામંત્રી પ્રજ્ઞેશભાઈ છાયા અને પ્રવક્તા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે PMJAY -મા યોજના અંતર્ગત "G "કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબ દીઠ રૂપિયા 10 (દસ)લાખ સુધીની કેશલેસ સારવાર આપવાની રાજ્ય સરકારની જાહેરાત આવકારદાયક છે.

કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ રશ્મિભાઈ પંડ્યા, મહામંત્રી પ્રજ્ઞેશભાઈ છાયા અને પ્રવક્તા દિનેશભાઈ શાહ તથા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી કેરણાભાઈ આહિર, રાજ્યના કાર્યાધ્યક્ષ હરીસિંહ જાડેજા અને રાજ્યના ઉપપ્રમુખ વિલાસબા જાડેજા ઉપરાંત માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહ, મંત્રી દિલીપભાઈ જૈન અને ઉપપ્રમુખ કમલેશભાઈ પાઠકે સરકારની આ જાહેરાતને આવકાર આપી, રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાણામંત્રી માનનીય કનુભાઈ દેસાઈ સાહેબને અભિનંદન પાઠવી તેમનો આભાર માનેલ છે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST