સ્વયમકુમારે ૯૩.૬૭ % સાથે ધોરણ ૧૦ મું પાસ કર્યું
અબડાસા તાલુકાના વાયોર ગામ અને મુન્દ્રા નું ગૌરવ વધારતા સ્વયમ કુમાર સંદીપભાઈ ઠક્કર
સી. બી. એસ. ઈ. બોર્ડની ધોરણ 10 ની પરીક્ષામાં 93.67 ટકા માર્કસ મેળવ્યા.
અબડાસા તાલુકાના વાયોર ગામના વતની પરંતુ હાલમાં મુન્દ્રામાં રહેતા સંદીપભાઈ શૈલેષભાઈ ઠક્કરના તેજસ્વી પુત્ર સ્વયમ કુમાર મુન્દ્રાની અંગ્રેજી મીડીયમ અદાણી પબ્લિક સ્કૂલમાં સી.બી.એસ.ઈ.(CBSE)બોર્ડમાં અંગ્રેજી મીડિયમ માં ધોરણ 10 માં અભ્યાસ કરે છે.
સી.બી.એસ.ઈ.બોર્ડની ધોરણ 10 નું પરિણામ તાજેતરમાં જાહેર થતાં શ્રીમતી ખ્યાતીબેન સંદીપભાઈ ઠક્કર ના તેજસ્વી સુપુત્ર સ્વયમ કુમારે 600 માર્ક્સમાંથી 562 માર્ક્સ મેળવી 93.67 ટકા સાથે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરીને સ્વયં કુમારે વાયોર ( તા.અબડાસા), મુન્દ્રા શહેર તેમજ મુન્દ્રા શહેરની અદાણી પબ્લિક સ્કૂલ નું ગૌરવ વધારેલ હોવાનું માંડવી ના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું છે.
સ્વયમ કુમારે અંગ્રેજી વિષયમાં 100 માંથી 97 માર્ક્સ, હિન્દીમાં 91 માર્કસ,ગણિતમાં 94 માર્ક્સ, વિજ્ઞાનમાં 90 માર્ક્સ, સામાજિક વિષય માં 93 માર્કસ, અને કોમ્પ્યુટર વિષયમાં 97 માર્ક્સ મેળવેલ છે.સ્વયમ કુમારે અંગ્રેજી મીડિયમમાં ધોરણ 10 માં આ સિદ્ધિ મેળવતા તેને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે મહેતા માનવંતીબેન મણીલાલ પાનાચંદ (ડગાળા-માંડવી)ની સુપુત્રી તથા માંડવી ના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશકુમાર મણીલાલ શાહ ના બહેન, દોશી ભાનુબેન રમણીકલાલ ( રાપર- અમદાવાદ) નિવૃત્ત શિક્ષિકા, ભુજ પ્રાથમિક શાળા નં.- 16 નો સ્વયમ કુમાર દોહિત્રો થાય છે
આ પણ વાંચો : માંડવીમાં ભીડભંજન પાર્શ્વનાથ દાદાનો ધ્વજારોહણ કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક રંગેચંગે સંપન્ન થયો