THE INDIAN SOCIOLOGIST

૩૦મી જૂનના શાંતિવન-જખણીયા મધ્યે પદ્માવતી મંદિરનો ધ્વજારોહણ કાર્યક્રમ ઉજવાશે.

૩૦મી જૂનના શાંતિવન-જખણીયા મધ્યે પદ્માવતી મંદિરનો ધ્વજારોહણ કાર્યક્રમ ઉજવાશે.


૩૦મી જૂનને સોમવારના રોજ શાંતિવન-જખણીયા મધ્યે પદ્માવતી મંદિરનો ધ્વજારોહણ કાર્યક્રમ સાધુભગવંતોની નિશ્રામાં ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર ઉજવાશે

આગમના અભ્યાસી એવા ભાષાવિદ મુનિશ્રી જંબુવિજયજી મહારાજ સાહેબના પુનિત પગલે નામાભિધાન થયેલ "શાંતિવન" મધ્યે સંઘવી પરિવારના મોભી માંડવીના પૂર્વ ધારાસભ્ય સ્વ. જયકુમારભાઈ સંઘવીની પ્રેરણાથી તૈયાર થયેલ પરમતારકશ્રી પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયિકા દેવી જલધારીશ્રી પદ્માવતી મંદિરનો ૧૫મો ધ્વજારોહણ તા. ૩૦-૦૬ ને સોમવારના રોજ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે.



આ પ્રસંગે ભગવતી શાસનદેવી પદ્માવતી ઉપાસક પરમ પૂજ્ય ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત આચાર્યશ્રી સંજયમુનિ મહારાજ સાહેબ, માનવમંદિર (બિદડા) ના પ્રણેતા પરમ પૂજ્ય દિનેશચંદ્રજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય ગણિવર્યશ્રી રાજરત્નસાગરજી મહારાજ સાહેબ આદી ઠાણા તેમજ પરમ પૂજ્ય સાધ્વીશ્રી શીલાપીજી મહાસતીજી (વિરાયતન) નિશ્રા પ્રદાન કરશે. સંગીતકાર તરીકે કમલેશ ગોસ્વામી તથા સાથી મિત્ર સંગીતની રમઝટ જમાવનાર હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

ધ્વજારોહણના સંપૂર્ણ લાભાર્થી નવીનભાઈ લાલજી વીરા અને ગુણવંતીબેન નવીનભાઈ વીરા (દુર્ગાપુર - થાણા) એ લાભ લીધેલ હોવાનું સંઘવી પરિવારના હર્ષદભાઈ સંઘવી અને જુગલભાઈ સંઘવીએ જણાવ્યું છે.

તા. ૩૦-૦૬ ને સોમવારના સવારના ૭-૩૦ કલાકે સ્નાત્રપૂજા, ૮-૦૦ વાગે સતરભેદી પૂજા ભણાવાશે. શુભમુહૂર્તે ધ્વજારોહણ લાભાર્થીના હસ્તે થશે.

આવવા-જવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. સોમવારના સવારના ૮ થી ૧૦ વાગ્યા દરમ્યાન માંડવીના મહાવીરસ્વામી ભગવાનના જિનાલય પાસેથી રીક્ષા ઉપડશે.

આ પ્રસંગે ભાવિકોને બહોળી સંખ્યામાં "શાંતિવન" વીરાયતન વિદ્યાપીઠ પાસે - જખણીયા (માંડવી-ભુજ રોડ) ઉપસ્થિત રહેવા શ્રેયાંશ સેજલ જીગ્નેશ વીરા (નવાવાસ) અને સંઘવી ઝવેરબેન ચુનીલાલ ભુલાણી પરિવાર - માંડવી તરફથી આમંત્રણ આપવામાં આવેલ હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું છે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST