માંડવી ની જૈન નુતન પંચાયતી પ્રાથમિક શાળા નં. -૩ માં ઠંડા પાણી ના કુલર ના લોકાર્પણ સાથે "શાળા પ્રવેશોત્સવ" દબદબાભેર ઉજવાયો.
જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેર ની જૈન નૂતન પ્રાથમિક શાળા નં. -૩ માં તા. 26/ 6 ને ગુરૂવારના રોજ શાળામાં અભ્યાસ કરતા 300 વિદ્યાર્થીઓ ઠંડુ પાણી પી શકે તેવા ઠંડા પાણીના કુલર નું લોકાર્પણ સાથે "શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ" દબદબાભેર ઉજવાયો હતો.
કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ- ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી તરફથી તેમના જમાઈ ધર્મેનભાઈ અરવિંદભાઈ ગોર ( કેનેડા- કોઠારા- મુંબઈ),( હસ્તે:- સિયા, ડૉ.ભાવિકાબેન ધર્મેનભાઈ ગોર) ના 50 માં જન્મદિન એ આ શાળાના બાળકો માટે ઠંડા પાણીનો કુલર ભેટ આપવામાં આવેલ છે. કુલર માટે આ શાળાના પૂર્વ આચાર્ય દિનેશભાઈ શાહ અને આચાર્ય પુનિતભાઈ વાસાણી તરફથી અરવિંદભાઈ જોશી સમક્ષ ગઈકાલે તા. 25/ 6 ને બુધવાર ના રજૂઆત કરવામાં આવી હતી.
શાળા પ્રવેશોત્સવના મુખ્ય અધિકારી અને ગોધરા હાઈસ્કૂલના આચાર્ય વિજેશભાઈ પટેલે આજે જૈન નુતન પ્રાથમિક શાળામાં બાલવાટિકાના 15 અને ધોરણ એક માં 24 સહિત કુલ 39 બાળકોને તેમજ આઝાદ ચોક ની આંગણવાડી ના 20 અને કુતા વાળી આંગણવાડી ના 20 સહિત કુલ 40 બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે શાળાના બાળકોએ ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અભિનય સાથે રજૂ કર્યો હતો. તેમ જ નવીન પ્રવેશ પામેલ બાળકોને સ્કૂલબેગ તેમજ શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી હતી.બાળકોને સ્વ. દિપ દિનેશભાઈ શાહ ના પરિવાર તરફથી સાટા ની પ્રભાવના કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય અધિકારી તરીકે ગોધરા હાઈસ્કૂલના આચાર્ય વિજેશભાઈ પટેલ,લાયઝન કાઠડા પ્રાથમિક શાળાના આચાર્ય ધીરેનભાઈ મોતા, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, માંડવી નગરપાલિકાના કાઉન્સિલર પારસભાઈ સંઘવી,સેવાભાવી નીતિનભાઈ ચાવડા, શાળા ની એસ.એમ.સી.ના અધ્યક્ષા શાહ કુંજલબેન શાહ,શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી તથા સ્ટાફ, શિક્ષક સમાજના અગ્રણી મનુભા જાડેજા, આંગણવાડીના વર્કર બહેનો સંગીતાબેન બંદરી માલમ, વૈશાલીબેન માલમ તથા વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શાળાના શિક્ષિકા ભાવીની બેન વાસાણી ના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ રક્ષિત શાહ અને ફિરદોશ જુણેજા એ કાર્યક્રમ નું સંચાલન કરેલ હતું. સંદીપભાઈ માલમ અને મિહિર ધીરજભાઈ મહેતા એ સહયોગ આપ્યો હતો.