"માંડવી ટાઉનમાં થયેલ રાત્રી ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી પાસેથી ચોરીમાં ગયેલ સોના -ચાંદીના દાગીના કિ. રૂ.૧,૮૮,૦૦૦/- નો મુદામાલ રીકવર કરતી માંડવી પોલીસ "
મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ,સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ ચોરીના ગુન્હાના આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ.
જે અનુસંધાને શ્રી આર.ડી.જાડેજા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ, શ્રી સી.વાય.બારોટ પોલીસ ઇન્સપેક્ટર, માંડવી પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફના માણસો માંડવી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન. ૧૧૨૦૫૦૩૧૨૫૦૨૨૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૦૬, ૩૩૧(૪) મુજબના ગુન્હાના કામેના આરોપીએ ફરીયાદીના રહેંણાક મકાનની છત ઉપર જઇ છત ઉપરનો દરવાજાનુ અંદરનો સ્ટોપર લોખંડની કોશ વડે તોડી ઘરમાં પ્રવેશ કરી ફરીયાદીશ્રીના રૂમમાં જઇ રૂમમાં રહેલ પતરાની પેટીનુ તાળુ કોશ વડે તોડી પેટીમાં રાખેલ ફરીયાદીશ્રીના સોના ચાંદીના દાગીના તથા ચાંદિના સિક્કા કુલ્લે આ.કિ.રૂ.૧,૮૮,૦૦૦/- તથા રોકડા રૂપીયા-૪,૭૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૬,૫૮,૦૦૦/- ની ચોરી કરી આરોપી નાશી ગયેલ હોય જે ચોરીના આરોપીને તથા મુદામાલ શોધી કાઢવા માંડવી પોલીસ સ્ટાફ ચોરીના આરોપીઓને પકડી પાડવા સક્રિય હોય તે દરમ્યાન લોકલ ક્રાઇમ બ્રાંચ ભુજની ટીમ દ્વરા આ ગુનાકામના આરોપી અમજદ અલીમામદ ખલીફા રહે-માંડવી, મુળ રહે-મેન્ટલ હોસ્પીટલ પાછળ કેમ્પ એરીયા ભુજવાળાને તા.૦૬/૦૬/૨૦૨૫ના રોજ રૂ.૪,૭૦,૦૦૦/-નો રોકડ મુદામાલ સાથે પકડી પાડીને માંડવી પોલીસને હસ્તગત કરેલ ત્યારબાદ ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીનાની કિ.રૂ.૧,૮૮,૦૦૦/-નો મુદામાલ રીકવર કરવાનો બાકી હોય જે અન્વયે અટક કરેલ આરોપીની યુક્તી-પ્રયુકતી થી સઘન પુછપરછ કરી આરોપીએ ભુજ કેમ્પ એરીયા ખાતે અંધજન શાળાની બાજુ આવેલા ખંડેરમાં દાટીને છુપાવેલા હોય જેની કબુલાત આપેલ જે અન્વયે આરોપીને ભુજ ખાતે લઇ જઇ સાથે રાખી ચોરીમાં ગયેલ તમામ સોના-ચાંદીના દાગીના કિ.રૂ.૧,૮૮,૦૦૦/-નો મુદામાલ રીકવર કરવામાં આવેલ.
આમ, આ ગુના કામે ચોરીમા ગયેલ કુલ કિ.રૂ. ૬,૫૮,૦૦૦/- નો પુરેપુરો મુદામાલ રીકવર કરી લેવમા આવેલ છે.
કબ્જે કરેલ મુદામાલ
(૧) ગળામાં પહેરવાની સોનાની તિલરી નંગ-૦૧ જેનુ વજન આશરે ૧૧ ગ્રામ આ.કિ.રૂ.૭૦,૦૦૦/-
(૨) કાનમાં પહેરવાની સોનાની ઢોરી જોડી-૦૧ જેનુ વજન આશરે ૫ ગ્રામ આ.કિ.રૂ.૩૦,૦૦૦/-.
(૩) કાનમાં પહેરવાની સોનાની નાની મોટી રીંગ જોડી-૦૨ જેનુ વજન આશરે ૨.૫ ગ્રામ આ.કિ.રૂ.૧૦,૦૦૦/-
(૪) કાનમાં પહેરવાની સોનાની લશ્કરી નંગ-૦૧ જેનુ વજન આશરે ૨.૫ ગ્રામ આ.કિ.રૂ.૧૦,૦૦૦/-
(૫) નાકમાં પહેરવાની સોનાની ટુકી નંગ-૦૧ જેનુ વજન આશરે ૦૨ ગ્રામ આ.કિ.રૂ.૮,૦૦૦/-
(૬) માથમાં પહેરવાની સોનાની શિરફુલ નંગ-૦૧ જેનુ વજન આશરે ૨.૫ ગ્રામ આ.કિ.રૂ.૧૦૦૦૦/-
(૭) પગમાં પહેરવાના ચાંદીના સાંકરા જોડી-૦૨ તથા ૦૪ ચાંદીના સિક્કા આ.કિ.રૂ.૫૦,૦૦૦/-
કુલ્લે મુદામાલ કી.રૂા. ૧,૮૮,૦૦૦/-
આરોપીની વિગત
> અમજદ અલીમામદ ખલીફા રહે-માંડવી મુળ રહે-મેન્ટલ હોસ્પીટલ પાછળ કેમ્પ એરીયા ભુજ
ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર શ્રી સી.વાય.બારોટ, તથા પો.હે.કો. વશરામભાઇ પટેલ તથા પો.કોન્સ.અશ્વિનભાઇ નાટડા, કિરણભાઇ ચૌધરી, રામભાઇ ગઢવી, રામશીભાઇ રબારી,ગોવિંદભાઇ રબારી તથા રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.
http://www.indiansociologist.in