કન્યા છાત્રાલયની 36 વર્ષની કારકિર્દીમાં પ્રથમ વખત મહિલા પ્રમુખ ની નિયુક્તિ કરાઈ
માંડવીના લોહાણા તેમજ સાર્વજનિક કન્યા છાત્રાલયની 36 વર્ષની કારકિર્દીમાં પ્રથમ જ વખત પ્રમુખ તરીકે મહિલાની નિયુક્તિ કરાઈ.
કન્યા કેળવણીના હિમાયતી એવા શેઠ શ્રી પુરુષોત્તમ કાનજી પવાણી લોહાણા તેમજ સાર્વજનિક કન્યા છાત્રાલય માંડવી કચ્છના ટ્રસ્ટી મંડળની મીટીંગ ચંદ્રકાંતભાઈ ચોથાણી ના અધ્યક્ષ સ્થાને મળી હતી.
આ મીટીંગમાં છાત્રાલયના પ્રમુખ તરીકે સર્વાનુમતે શ્રીમતી દક્ષાબેન સચદેની નિયુક્તિ કરવામાં આવી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ છાત્રાલયની 36 વર્ષની કારકિર્દીમાં પ્રથમ જ વખત પ્રમુખ તરીકે મહિલાની નિયુક્તિ કરવામાં આવી હોવાનું સંસ્થાના મંત્રી શાંતિલાલભાઈ ગણાત્રા એ જણાવ્યું છે .
પ્રમુખ તરીકે નિયુક્તિ પામેલા દક્ષાબેન સચદેને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે .
આ મીટીંગમાં સ્થાનિક કારોબારી સભ્યો તરીકે ભાવિનભાઈ રસિકલાલ ગણાત્રા, જીગ્નેશભાઈ સુરેશભાઈ ગણાત્રા અને કેતનભાઇ ચંદુલાલ ઠક્કરની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી.