માંડવી નગરપાલિકાની સામાન્ય સભા અધ્યક્ષ હરેશભાઈ વિંઝોડાના પ્રમુખ સ્થાને મળી હતી
માંડવી : માંડવી નગરપાલિકાની રાબેતા મુજબ સામાન્ય સભા હરિરામ નથુભાઈ કોઠારી સભા ગૃહ હોલમાં અધ્યક્ષ હરેશભાઈ વિંઝોડાના પ્રમુખ સ્થાને મળેલ. જેમાં શહેરની સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે વિવિધ વિકાસના કામો હાથ ઘરવામાં આવશે. તેમજ અમદાવાદ પ્લેન કેસ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને એ પ્લેનમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓ તેમજ પહેલગામ મધ્યે પ્રવાસી પર્યટકો પર આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ પ્રવાસીઓના નિધન અને પૂર્વ સફાઈ કર્મચારી મોહનભાઈ મકવાણાના નિધન બદલ શૌક પ્રસ્તાવ રજુ કરવામાં આવેલ અને દિવંગત આમાઓની શાંતિ માટે બે મિનિટ મૌન પાડીને શોક પ્રસ્તાવ પસાર કરવામાં આવેલ.
જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ પર્યટક સ્થળ પર આતંકવાદી હુમલો થયેલ હતો જેમાં મૃત્યુ પામેલ પર્યટકોના બદલો લેવા ભારતના ગૌરવશાળી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની ત્રણેય સેનાને સ્વતંત્રતા આપવા બદલ અને દેશની સૈના, નેવી, એરફોર્સ વગેરેએ પાકિસ્તાન પર વડતો હુમલો કરીને " ઓપરેશન સિંદુર" ની સફળતા બદલ તથા દેશના વીર જવાનો તથા આર્મીના જવાનોનું જુસ્સો વધે તે માટે પ્રશંસા ઠરાવ કરવામાં આવ્યો હતો. જેને ઉપસ્થિત સદસ્યગણે વધાવ્યો હતો.
આ બેઠકમાં ગત સામાન્ય સભાની મિનિટને વંચાણે લેતા રજુ થયેલ ઠરાવ, ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક તેમજ ગત કારોબારીમાં રજુ થયેલ વિવિધ ઠરાવોને સામાન્ય સભામાં મુકવામાં આવતા બહાલી આપવામાં આવી હતી. હિસાબનીશ વિભાગ ધ્વારા વર્ષ ૨૦૨૪ ૨૫ના જાન્યુઆરી થી માર્ચના ત્રિમાસિક હિસાબો, વર્ષ ૨૦૨૫-૨૬ માટે જુદા જુદા વિભાગના ખર્ચ અંતર્ગત બજેટ હેડની ફાળવણીને બહાલી આપવામાં આવી હતી.
સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, ઓ.જી. ગ્રાન્ટમાં નાણાપંચ, ૧૪માં નાંણાપંચ અન્ય વિકાસ યોજના હેઠળ પ્રાપ્ત ગ્રાન્ટ માંથી વિવિધ વિસ્તારોમાં ડામર રોડ, સી.સી.રોડ, સ્ટ્રીટ લાઈટ, પાણીની નવી લાઈનોના કામો હાથ ધરવામાં આવશે. જી.ટી.ગ્રાઉન્ડ મધ્યે મહિલા અને પુરૂષ બોકસ ક્રિકેટ યુનિટ ક્રિકેટ માટે સ્ટેડીયમ બનાવવામાં આવશે. તેમજ રૂમ અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જયારે મોચીતળાવ પાસે આવેલ ગ્રાઉન્ડ પર બાઉન્ડ્રી બનાવવામાં આવશે. શહેરના બાળકોના શરીર તંદુરસ્ત રહે તથા મોબાઈલ માંથી મુકત થાય તે હેતુથી શહેરના વિવિધ સાર્વજનિક જગ્યાઓ ૫૨ નાના બાળકો માટે રમવાના સાધન ખરીદવામાં આવશે. વરસાદ, વાવાઝોડા વગેરે આફતોના સમયમાં અથવા વિજળી ન હોય તેવા સંજોગોમાં લોકોને તકલીફ ન થાય તે હેતુથી જુદા જુદા વિસ્તારોમાં સોલાર સ્ટ્રીટ લાઈટો લગાડવામાં આવશે. ગટરની સમસ્યાના નિરાકરણ માટે વિવિધ સાધનો વસાવવામાં આવશે. તેમજ ઠાકરાવાળી વિસ્તારમાં વરસાદના રામયે વિજ પુરવઠો બંધ પડે ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે જનરેટરની ખરીદી કરવામાં આવશે. આગામી ૧૫મી ઓગસ્ટ ૨૦૨૫ સ્વતંત્ર દિવસની ઉજવણી તેમજ શ્રાવણી લોકમેળા ઉજવણી અન્વયે અંદાજીત થનાર ખર્ચને બહાલી આપવામાં આવેલ હતી. માંડવી બીચ જવા માટેના વર્ષો જુના પ્રશ્નનો ઉકેલ માટે ધવલ નગર થી બાયપાસ માટે ખુટતી રકમ ફાળવવામાં આવી અને ઝડપ થી તેના નિરાકરણ માટે આયોજન કરવામાં આવ્યો.
આ સામાન્ય સભામાં ઉપાધ્યક્ષા જયોત્સનાબેન સેંઘાણી, કારોબારી ચેરમેન વિશાલ ઠકકર, લાંતિક શાહ, પારસ માલમ, રાજેશ કાનાણી, પિયુષ ગોહિલ, કાદર ઉઠાર, હનીફ જત, દિપાબા જાડેજા, લક્ષ્મીબેન વાડા, ગીતાબેન સૌની, જયશ્રીબેન સલાટ, વિજય ગઢવી, પદમાબેન ફુફલ, નિમેષ દવે, મંજુલાબેન કેરાઈ, અબ્દુલ્લા ઓઢેજા, કસ્તુરબેન દાતણીયા, જશુબેન હિરાણી, મરીયમબેન રોહા, વિજય ચૌહાણ, ક્રિષ્નાબેન ટોપરાણી, હેતલબેન સોનેજી, જીજ્ઞાબેન હોદાર, પારસ સંઘવી, આદમ થૈમ, સવિતાબેન સોલંકી, ઉમર ભટ્ટી, સમીરાબેન સુમરા, અબ્દુલ આગરીયા વગેરે નગરરોવકોએ ચર્ચામાં ભાગ લીધો હતો. મુખ્ય અધિકારી જિજ્ઞેશ બારોટની દોરવણી હેઠળ હેડ કલાર્ક મનજી ૫રમાર, ચેતન જોષી, પ્રવિણ સુથાર,જયેશ ભેડા, મયુરસિંહ ઝાલા, ભૂપેન્દ્ર સલાટ, મહેશ જોષી, મેહુલ ભટ્ટ, સાવન રાઠોડ, શંકર ચૌહાણ, જીતેશગર ગોસ્વામી સહયોગી રહયા હતા.