છાત્રાલય ના તમામ જ્ઞાતિના 470 વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ પાના ની નોટબુકો નું નિઃશુલ્ક વિતરણ
માંડવીના પાટીદાર સર્વોદય ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય અને લખુભાઈ વીરજી ધોળું વિદ્યાર્થી છાત્રાલય ના તમામ જ્ઞાતિના 470 વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ પાના ની નોટબુકો નું નિઃશુલ્ક વિતરણ કરાયું.
માંડવી ના ઉમા વિદ્યાલય માં યોજાયેલા એક શૈક્ષણિક સમારોહ માં પાટીદાર સર્વોદય ટ્રસ્ટ- માંડવી ના સહયોગ થી નોટબુકો નું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું.
સંસ્થાના ટ્રસ્ટીઓ, સભ્યો અને શાળા સંચાલકે સાથે રહીને 150 પેજ ની દરેક વિદ્યાર્થીઓને છ-છ નોટબુકો લેખે કુલ 470 વિદ્યાર્થીઓને નોટબુકોનું નિઃશુલ્ક વિતરણ કરીને પ્રેરણાદાયી કાર્ય કરેલ છે.
સંસ્થા ના ટ્રસ્ટીઓ સર્વશ્રી શામજીભાઈ હરજીભાઈ, શાંતિલાલભાઈ પી. પટેલ, નારાણભાઈ ચૌહાણ, ભવાનજીભાઈ ભાણજીભાઈ, હરિભાઈ ધોળું, પ્રવીણભાઈ વેલાણી, વલ્લભભાઈ વેલાણી, જેઠાભાઈ કાનજી, રાજુભાઈ ચૌધરી, દેવચંદભાઈ ચૌધરી, ભરતભાઈ માકાણી,જયંતીભાઈ પટેલ,મહેન્દ્રભાઈ, શાળાના પ્રિન્સિપાલ પરેશભાઈ પટેલ, વાઇસ પ્રિન્સિપાલ શેતલબેન અને હોસ્ટેલ ના ગૃહપતિ પરેશભાઈ રાજગોર તથા ઉમા વિદ્યાલયના શિક્ષક ગણના હસ્તે 470 વિદ્યાર્થીઓને નોટબુકો નું નિઃશુલ્ક વિતરણ થયું હોવાનું માંડવી ના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.