રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ના પિતા દાઉલાલનું જોધપુરમાં નિધન
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતા દાઉ લાલ વૈષ્ણવનું મંગળવારે (8 જુલાઈ)ના રોજ નિધન થયું છે. તેઓ ઘણા સમયથી ગંભીર બિમાર હતા, જેના કારણે જોધપુર સ્થિત એમ્સમાં તેમની સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલ તંત્રએ સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, ‘અમે અત્યંત દુઃખ સાથે કહી રહ્યા છે કે, જોધપુરની એમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દાઉ લાલ વૈષ્ણનું 81 વર્ષની વયે 8 જુલાઈ-2025ના રોજ 11.52 કલાકે નિધન થયું છે.’
કેન્દ્રના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ના પિતા દાઉલાલનું જોધપુરમાં નિધન થતાં માંડવી સર્વાંગી વિકાસ પરિષદમાં શોકની લાગણી ફેલાઈ છે,
માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, મંત્રી દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા, બીજા ઉપપ્રમુખ લિનેશભાઈ શાહ, ખજાનચી ભરતભાઈ કપ્ટા અને સંસ્થાના કારોબારી સભ્યોએ શોક ઠરાવ પસાર કરી, ઈમેઈલથી રેલવે મંત્રીને મોકલાવી આપેલ છે