46 દિવસીય રત્નત્રયી તપ ના તપસ્વીઓએ રવિવારના અત્તર વાયણા કર્યા.
માંડવી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે 46 દિવસીય રત્નત્રયી તપ ના તપસ્વીઓએ રવિવારના અત્તર વાયણા કર્યા.
માંડવી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે 46 દિવસીય રત્નત્રયી તપના તપસ્વીઓએ તા.13 /7 ને રવિવાર ના સાંજે શીતલ- પાર્શ્વ જિનાલય માં આવેલા જે.આર.ડી. સાધર્મિક ભક્તિ હોલમાં અત્તર વાયણા કર્યા હતા.
અત્તર વાયણા કરાવવાનો લાભ માતૃશ્રી જડાવબેન વાડીલાલ શાહ ( હસ્તે:જયશ્રીબેન વિરલભાઈ શાહ) અને મમતાબેન અતુલભાઇ શાહ પરિવાર એ લીધો હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
અત્તર વાયણા પ્રસંગે પરમ પૂજ્ય તીર્થ બાહુ વિજયજી મહારાજ સાહેબે માંગલિક શ્રવણ કરાવી,૪૬ દિવસીય રત્નત્રયી તપ નિર્વિઘ્ને સંપન્ન થાય તેવા આર્શીવાદ પાઠવ્યા હતા. પ્રારંભમાં તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહે સામૂહિક વંદના કરાવી હતી.
આત્મ હીતદેશક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી તીર્થ ભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થ રશ્મિ વિજયજી મહારાજ સાહેબ,તીર્થ બાહુ વિજયજી મહારાજ સાહેબ અને તીર્થ મંગલ વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા -૩ તથા સાધ્વીજી ભગવંત જિન દીક્ષા શ્રીજી અને જિન પ્રતિક્ષા શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા -૨ ની પાવન નિશ્રામાં તા.14 /7 ને સોમવારથી 46 દિવસીય રત્નત્રયી તપનો શુભારંભ થયેલ છે. સાધુ ભગવંતોના જણાવ્યા મુજબ આ તપ જ્ઞાન- દર્શન અને ચારિત્ર ની આરાધના સમાન છે.જેમાં પહેલે અને છેલ્લે છઠ્ઠ (બે ઉપવાસ )અને ઉપવાસના પારણે બ્યાસણા કરવાના હોય છે.
તપસ્વીઓને અત્તર વાયણા કરાવવા માટે લાભાર્થી પરિવારો, ટ્રસ્ટી મંડળ અને અન્ય ભાઈ- બહેનોએ તપસ્વીઓને પિરસવાનો લાભ લીધો હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.