THE INDIAN SOCIOLOGIST

માંડવીના લોહાણા તેમજ સાર્વજનિક કન્યા છાત્રાલયના હોદ્દેદારો સર્વાનુમતે બિનહરીફ વરાયા.




માંડવી ની શેઠ શ્રી પુરુષોત્તમ કાનજી પવાણી લોહાણા તેમજ સાર્વજનિક કન્યા છાત્રાલય ના હોદ્દેદારો તાજેતરમાં સર્વાનુમતે બિનહરીફ વરાયા હતા.

કન્યા છાત્રાલયના પ્રમુખ તરીકે દક્ષાબેન સચદે અને મંત્રી તરીકે શાંતિલાલભાઈ ગણાત્રા ની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

છાત્રાલયના અન્ય હોદ્દેદારો માં ઉપપ્રમુખ તરીકે પ્રતાપભાઈ ચોથાણી, ખજાનચી જયંતીભાઈ કોઠારી અને સહમંત્રી તરીકે પરેશભાઈ ઠક્કર ની પણ સર્વાનુમત્તે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

છાત્રાલયના કારોબારી સભ્યો તરીકે ભાવિનભાઈ ગણાત્રા, કેતનભાઇ ઠક્કર અને જીગ્નેશભાઈ ગણાત્રા ની વરણી કરવામાં આવી હતી.આ ઉપરાંત બીજા નવ સભ્યોની પણ વરણી કરવામાં આવી હતી.

પ્રમુખ તરીકે વરણી પામેલા દક્ષાબેન સચદે અને મંત્રી શાંતિલાલ ગણાત્રા એ છાત્રાલય ને ભૌતિક સુવિધાથી સજ્જ કરી, છાત્રાલય નો વિકાસ કરવાનો કોલ આપેલ હોવાનું માંડવી ના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું. તમામ હોદ્દેદારો ને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST