લાકડીયા ગામમાં ચાર દાયકા બાદ સાધુ ભગવંતો નો ચાતુર્માસ મંગલ પ્રવેશ
ભચાઉ તાલુકાના લાકડીયા ગામમાં મૂર્તિપૂજક સંઘો માં ચાર દાયકા બાદ સાધુ ભગવંતો નો પ્રથમ જ વખત ધામધૂમથી ચાતુર્માસ મંગલ પ્રવેશ થયો.
ગુજરાત રાજ્યના પૂર્વ નાણામંત્રી બાબુલાલભાઈ મેઘજીભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા.
સામૈયા માં શ્રાવક- શ્રાવિકાઓ બહોળી સંખ્યામાં જોડાયા.
શ્રી લાકડીયા (તા. ભચાઉ) વિશા ઓસવાળ મૂર્તિપૂજક સંઘના આંગણે ચાર દાયકા બાદ સાધુ ભગવંતો નો પ્રથમ જ વખત સાતમી જુલાઈ ને સોમવાર ના રોજ ધામધૂમથી ચાતુર્માસ મંગલ પ્રવેશ થયો હતો.
ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ નાણામંત્રી બાબુલાલભાઈ મેઘજીભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાધુ ભગવંતોના ભવ્યાતિભવ્ય સામૈયા માં શ્રાવક -શ્રાવિકાઓ બહોળી સંખ્યામાં જોડાયા હોવાનું પરમ પૂજ્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબ ના સંસારી કાકા અને માંડવી તપગચ્છ જૈન સંઘના મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
લાકડીયા (તા. ભચાઉ)ની પવિત્ર ભૂમિમાં પરમ પૂજ્ય સુવિશાલ
ગચ્છાધિપતિ અધ્યાત્મનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલ્પતરૂ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના આશીર્વાદ થી પરમ પૂજ્ય મધુરભાષી આચાર્ય ભગવંત કલાપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન મુનિવર્યં કૃત પુણ્ય વિજયજી મહારાજ સાહેબ તથા સરલ સ્વભાવી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અનંતયશ સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન મુનિવર્યં અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબ આધોઈ ( તા. ભચાઉ ) થી વિહાર કરીને સાતમી જુલાઈ ને સોમવારના રોજ લાકડીયા (તા.ભચાઉ ) ના આંગણે વાજતે-ગાજતે ચાતુર્માસ મંગલ પ્રવેશ કરેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, પરમ પૂજ્ય અનંત સિધ્ધ વિજયજી મહારાજ સાહેબ મૂળ ડગાળા( તા. ભુજ) ના હાલે બોરીવલી ( મુંબઈ) નિવાસી મહેતા પ્રાણલાલ મણીલાલ પાનાચંદ અને શ્રીમતી મંજુલાબેન પ્રાણલાલ મહેતા ના સંસાર પક્ષે પુત્ર થાય છે.
મુળ ડગાળા (તા. ભુજ) હાલે (મલાડ,મુંબઈ ) નિવાસી મહેતા દિલીપકુમાર પ્રાણલાલ અને શ્રીમતી મનીષાબેન મુકેશકુમાર ગાંધી ના પરમ પૂજ્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબ (મુકેશ મહારાજ) સંસાર પક્ષે લઘુબંધુ થાય છે.
સામૈયા માં શ્રાવિકા બહેનો એ ઠેર- ઠેર ગઉલી કાઢીને તેમજ કળશધારી બહેનોએ મહારાજ સાહેબને આવકાર્યા હતા. ઢોલ અને શરણાઈના નાદ સાથે નીકળેલા સામૈયા માં "ગુરુજી અમારો અંતર્નાદ, અમને આપો આશીર્વાદ." " આજનો દિવસ કેવો છે?,સોના કરતા મોંઘો છે." "સોના કરતા મોંઘુ શું?, સંયમ...... સંયમ". જેવા ધાર્મિક નારાઓથી વાતાવરણ ધર્મમય બની ગયું હતું.
સામૈયા બાદ ઉપાશ્રય માં યોજાયેલી ધર્મસભામાં મુનિવર્ય કૃત્ય પુણ્ય વિજયજી મહારાજ સાહેબ અને મુનિવર્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબના માંગલિક બાદ સ્વાગત ગીત રજૂ થયું હતું.જ્યારે ટ્રસ્ટ્રીઓએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. સુવિશાલ ગચ્છાધિપતિ શ્રીમદ વિજય કલ્પતરુ સૂરીશ્વરજી મહારાજ એ લાકડીયા ને સાધુ ભગવંતો નો ચાતુર્માસ આપવા બદલ તેમનો ઋણ સ્વીકાર કર્યો હતો.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ નાણામંત્રી બાબુલાલભાઈ મેઘજીભાઈ શાહે પોતાના પ્રસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, લાકડીયા મૂર્તિપૂજક સંઘમાં ચાર દાયકા પછી સાધુ ભગવંતો નો લાકડીયા વિશા ઓસવાળ મૂર્તિપૂજક સંઘના આંગણે ચાતુર્માસ મળતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. અને ચાતુર્માસના ચાર મહિના દરમિયાન સાધુ ભગવંતો ની જિનવાણી નો લાભ લેવા સૌને અનુરોધ કરેલ હતો.
આ પ્રસંગે પરમ પૂજ્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબે ભાવિકોને ચાતુર્માસ નું મહત્વ સમજાવી, યથાશક્તિ ધર્મ આરાધના કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ગુરૂ પૂજન નો લાભ નાનુબેન શામજીભાઈ આશદીર ગડા એ, ગુરૂ ભગવંતો ને કામળી વહોરવાનો લાભ ઝવેરબેન પ્રેમજીભાઈ નંદુ એ અને ગ્રંથ મહારાજ સાહેબ ને વહોરવા નો લાભ ગુણવંતીબેન ધનજીભાઈ ગાલા એ લીધો હતો.
આ પ્રસંગે આધોઈ સંઘના ટ્રસ્ટી શ્રી રવજીભાઈ અને પ્રેમજીભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ચાતુર્માસ પ્રવેશને સુપેરે પાર પાડવા લાકડીયા ના ટ્રસ્ટી શ્રી રામજીભાઈ થાવર ભાઈ હીરા, પ્રેમજીભાઈ વેરશીભાઈ નંદુ, દામજીભાઈ પ્રેમજીભાઈ ગડા, દામજીભાઈ ઝાલા, મુકેશભાઈ રવજીભાઈ ગાલા અને ચંપકભાઈ હીરા એ જહેમત ઉઠાવી હતી.
શાંત સુધારશ ગ્રંથ અને ભીમસેન ચરિત્ર નું તા. 13 /7 ને રવિવારથી સાધુ ભગવંતો શ્રવણ કરાવશે.
લાકડીયા મૂર્તિપૂજક સંઘમાં ચાર દાયકા બાદ પ્રથમ જ વખત બે સાધુ ભગવંતો ચાતુર્માસ કરવા લાકડીયા માં પધારતા,લાકડીયા ગામ માં ખુશીને લહેર ફેલાઈ હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પુર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.