THE INDIAN SOCIOLOGIST

શ્રીમતી સ્વ.રંજનબેન દિનેશભાઈ શાહ ની સાતમી વાર્ષિક પૂણ્યતિથિ જીવદયા- માનવસેવા- ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખીને ઉજવાયો.

શ્રીમતી સ્વ.રંજનબેન દિનેશભાઈ શાહ ની સાતમી વાર્ષિક પૂણ્યતિથિ જીવદયા- માનવસેવા- ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખીને ઉજવાયો.



માંડવી ની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણ ના નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી સ્વ.રંજનબેન દિનેશભાઈ શાહ ની સાતમી વાર્ષિક પૂણ્યતિથિ જીવદયા- માનવસેવા- ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખીને ઉજવાયો.



જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણ ના પૂર્વ આચાર્ય શાહ દિનેશકુમાર મણીલાલ ના ધર્મ પત્ની અને સ્વ.દીપ દિનેશભાઈ શાહ ના માતૃશ્રી માંડવી ની જૈન નુતન પ્રાથમિક શાળા નંબર ત્રણ ના નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી સ્વ.રંજનબેન દિનેશભાઈ શાહ ની સાતમી વાર્ષિક પુણ્યતિથિ 25 મી જુલાઈ ને શુક્રવારના રોજ જીવદયા- માનવસેવા-ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા ડાયાબિટીસ નો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખી ને ભક્તિ ભાવપૂર્વક ઉજવાયો હતો.

સવારના 8:00 કલાકે ગાય માતાને લીલા ચારા નુ નિરણ કરીને જીવદયા નું કાર્ય કરાયું હતું. સવારના 10:00 વાગે તપગચ્છ જૈન સંઘના શીતલ પાર્શ્વ જિનાલય માં, માંડવી ના જૈન સમાજ ના પાંચે ગચ્છના બહેનો ની ઉપસ્થિતિ માં,શિતલમંડળ અને ત્રિશલામંડળ ના બહેનો એ પંચ કલ્યાણ ની પૂજા ભણાવી હતી. માંડવી ના સોનાવાળા નાકા પાસે આવેલા હરિકૃષ્ણા મોલની સામે આવેલા કિરણ ક્લિનિક માં ડાયાબિટીસ નો નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં ગ્લુકોમીટર ની મદદ થી ડાયાબિટીસ ના બ્લડ સુગર તેમજ બ્લડ પ્રેશરનું નિઃશુલ્ક ચેક અપ કરી અપાયું હતું. અને દસ દિવસની દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી. ડાયાબિટીસ ના એક દર્દી ને ડાયાબિટીસ ની જાતે તપાસ કરી શકે તે માટે કેમ્પ ના દાતા મહેતા માનવંતીબેન મણીલાલ પાનાચંદ મહેતા (મૂળ ડગાળા,હાલે માંડવી) તરફથી ગ્લુકોમીટર ભેટ અપાયું હતું.કેમ્પ માં ડૉ .જય કિર્તીભાઈ મહેતા એ સેવા આપી હતી. ડાયાબિટીસનો કેમ્પ નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે યોજાયો હતો.

માંડવી ના સાતે જૈન દહેરાસરો માં પ્રભુજીની આંગી કરવામાં આવી હતી. જૈન ભોજનશાળામાં સાધર્મિકોને ભોજન ભક્તિ કરવામાં આવી હતી. માંડવી ના બહેરા- મૂંગા વિદ્યાલય ના દિવ્યાંગ બાળકોને અને અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત, વિકલાંગ કન્યા છાત્રાલય ની દિવ્યાંગ કન્યાઓને મિષ્ટાન ભોજન કરાવી પીપરમેન્ટ ની પ્રભાવના કરવામાં આવી હતી.ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ ના "બેગ લેશ" કાર્યક્રમ અંતર્ગત, માંડવીની જૈન નુતન પ્રાથમિક શાળા નંબર ત્રણ ને શૈક્ષણિક રમકડા ભેટ આપી, શાળાના 300 વિદ્યાર્થીઓને પીપરમેન્ટ ની પ્રભાવના કરવામાં આવી હતી.શહેર ની સંસ્થા શાહ એન્ડ શ્રમજીવી સંગઠન ના માધ્યમથી, માંડવી શહેરમાં રખડતા -ભટકતા મસ્તરામો ને ભોજન આપવામાં આવ્યું હતું. માણી ભદ્ર વીર દાદા ગ્રુપના માધ્યમથી શહેરની ગાય માતા અને શ્વાનો ને લાપસી નું ભોજન આપવામાં આવ્યું હતું.

આખા દિવસના સમગ્ર કાર્યક્રમ ને સુપેરે પાર પાડવા મૂળ ડગાળા, હાલે માંડવીના મહેતા માનવંતીબેન મણીલાલ પાનાચંદ પરિવાર ના દિનેશ શાહ,રમેશ મહેતા, ધીરજ મહેતા, વર્ધમાન મહેતા, અર્ચના મહેતા, સુનિતા મહેતા, ધવલ મહેતા, મિહિર મહેતા, શ્રેયા મહેતા, રીશી મહેતા તેમજ તૃષા પાર્થ કુમાર મહેતા (ભુજ) એ જહેમત ઉઠાવી હતી

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST