માંડવીમાં સ્વર્ગસ્થ ધર્મપત્ની અને સ્વર્ગસ્થ સુપુત્રની સ્મૃતિમાં "દીપરંજન સેવા કેન્દ્ર "નામે સંસ્થા સ્થપાઈ.
આ સંસ્થા જીવ દયા- માનવસેવા- ધાર્મિક -શિક્ષણ અને આરોગ્યને લગતા વિવિધ પ્રોજેક્ટ કરશે
જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3 ના પૂર્વ આચાર્ય અને રાજ્ય /રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા શ્રેષ્ઠ શિક્ષક શાહ દિનેશકુમાર મણીલાલે (ડગાળા હાલે માંડવી) પોતાના ધર્મપત્ની સ્વર્ગસ્થ રંજનબેન શાહ અને સુપુત્ર સ્વર્ગસ્થ દીપ શાહની સ્મૃતિમાં "દીપરંજન સેવા કેન્દ્ર" નામે તારીખ 25-07-2025 ને શુક્રવારના સંસ્થાની સ્થાપના કરેલ છે.
દિનેશભાઈ શાહના પ્રમુખ પદે સ્થપાયેલ આ સંસ્થા જીવ દયા -માનવસેવા- ધાર્મિક- શિક્ષણ અને આરોગ્યને લગતા વિવિધ પ્રોજેક્ટ કરશે