THE INDIAN SOCIOLOGIST

ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળ ટ્રસ્ટી મંડળની વડોદરા ખાતે મળેલી વાર્ષિક સાધારણ સભા

ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળ ટ્રસ્ટી મંડળની વડોદરા ખાતે મળેલી વાર્ષિક સાધારણ સભા

રાજ્યના પ્રમુખ ચંદુભાઈ જોશી         ટ્રસ્ટી વસંતભાઈ ગોર. ભુજ


ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળના પ્રમુખ પદે ચંદુભાઈ જોશીની સર્વાનુમતે બિનહરીફ વરણી કરાઈ.

ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળ ટ્રસ્ટી મંડળની તારીખ 19 /07 ના વડોદરા ખાતે મળેલી વાર્ષિક સાધારણ સભામાં મહામંડળના પ્રમુખ તરીકે ચંદુભાઈ વી જોશીની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવેલ છે. હાલમાં શ્રી ચંદુભાઈ જોશી મહામંડળના મહામંત્રી તરીકે કાર્યરત હતા.

ચંદુભાઈ જોશીની નોંધપાત્ર કામગીરી ને ધ્યાનમાં લઈ તેમની પ્રમુખ તરીકે પસંદગી થઈ છે અત્રે એ ઉલ્લેખનીય છે કે શ્રી ચંદુભાઈ જોશી આ અગાઉ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ (માન્ય મંડળ)ના પ્રમુખ તરીકે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નોને વાચા આપીને નેત્રદીપક કામગીરી કરેલ હોવાનું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ મીડિયા કન્વીનર અને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક તરીકે (માન્ય મંડળ) ના એકધારા 19 વર્ષ સુધી મહામંત્રી તરીકે ફરજ બજાવનાર માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું છે.

ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળના ટ્રસ્ટી તરીકે ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખશ્રી વસંતભાઈ ગોરની સર્વાનુમતે બિનહરીફ વરણી થયેલ છે. રાજ્યના પ્રમુખ તરીકે વરણી પામેલા ચંદુભાઈ જોશી અને ટ્રસ્ટી તરીકે વરણી થયેલા ભુજના વસંતભાઈ ગોરને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ રશ્મિભાઈ પંડ્યા અને પૂર્વ મહામંત્રી દિનેશભાઈ શાહ સહિત કચ્છના નિવૃત્ત શિક્ષકોએ અભિનંદન પાઠવેલ છે .

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST