ભચાઉ તાલુકાના લાકડીયા ગામે જૈન સંતોએ વાજતે-ગાજતે જૈન- જૈનતરો ના ઘરે પગલાં કરી આશીર્વાદ પાઠવ્યા.
આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલ્પતરૂ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના આશીર્વાદ થી, આચાર્ય ભગવંત કલાપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના શિષ્ય રત્ન કૃતપૂણ્ય વિજયજી મહારાજ સાહેબ અને આચાર્ય ભગવંત અનંતયશ સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન અનંતસિધ્ધ વિજયજી મહારાજ સાહેબે તાજેતરમાં ભચાઉ તાલુકાના લાકડીયા ગામે વાજતે- ગાજતે જૈન સંઘના ભાઈઓ અને બહેનો સાથે, સતત ત્રણ દિવસ સુધી જૈન- જૈનેતરો ના ઘરે પગલા કરી આશીર્વાદ પાઠવ્યા હતા. મોટી ઉંમરના ભાઈઓ અને બહેનો જે મહારાજ સાહેબ ના દર્શન- વંદન કરવા ઉપાશ્રયમાં જઈ શકતા નથી. તેમને ઘર બેઠા મહારાજ સાહેબના દર્શન- વંદન કરીને ધન્ય બનવાની લાગણી વ્યક્ત કરી હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
લાકડીયા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘને 53 વર્ષ બાદ સાધુ ભગવંતો ના ચાતુર્માસ નો લાભ મળ્યો છે. તેથી સંઘમાં હર્ષની લાગણી ફેલાઈ છે. જૈન સંઘના ટ્રસ્ટીઓ સર્વશ્રી રામજીભાઈ થાવરભાઈ હીરા ,પ્રેમજીભાઈ નંદુ, હેમરાજભાઈ ગડા,મુકેશભાઈ ગાલા અને શામજીભાઈ હીરા વગેરે ચાતુર્માસ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે