પાંચમી જુલાઈને શનિવારના રોજ મુન્દ્રા તાલુકાના બેરાજા ગામે જાજરમાન ચાતુર્માસ પ્રવેશ થશે
મુન્દ્રા તાલુકાના બેરાજા ગામના રત્ન, કચ્છ-કેશરી, આચાર્યશ્રી પૂનમચંદ્રજી સ્વામીના શિષ્ય રત્ન અને કચ્છ આઠકોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના કાર્યવાહક પરમ પૂજ્ય તારાચંદમુનિ મહારાજ સાહેબ અને તેમના શિષ્યો પરમ પૂજ્ય પ્રશાંતમુની અને પરમ પૂજ્ય સમર્પણમુનિ મહારાજ સાહેબનો જાજરમાન ચાતુર્માસ મંગલ પ્રવેશ તા.૦૫-૦૭ ને શનિવારના રોજ થશે.
આ ત્રણે જૈન સંતો રામાણીયા (તા.મુન્દ્રા) થી તા.૦૫-૦૭ ને શનિવારના વહેલી સવારે વિહાર કરીને બેરાજા (તા.મુન્દ્રા) માં શ્રીમતી હીનાબેન હરસુખભાઈ મારૂના બંગલામાં પગલાં કરીને જાપ કરાવશે જાપના કાર્યક્રમ બાદ શનિવારના સવારના ૦૮-૩૦ વાગે ભવ્યાતિભવ્ય સામૈયું નીકળનાર હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે ગામવાસીઓ, નિયાણીઓ અને ગુરુભક્તો બહોળી સંખ્યામાં પધારશે. એક-સો જેટલા ગુરૂભક્તો મુંબઈથી પોતાના માદરે વતન બેરાજા પધારશે કાર્યક્રમનું સૂત્રસંચાલન શાસન રત્ન ઉત્તમભાઈ છેડા કરશે.
કાર્યક્રમને સુપેરે પાર પાડવા બેરાજાના સંઘપત્તિ કલ્યાણજીભાઈ તેમજ વલ્લભજીભાઈ, કાનજીભાઈ, પ્રવીણભાઈ વગેરે ટ્રસ્ટીઓ તેમજ સંઘના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે