THE INDIAN SOCIOLOGIST

જસ્ટિસ અંજારિયા સાહેબનું માંડવી ની જન કલ્યાણ મેડિકલ સોસાયટી એ અભિવાદન કર્યું.

 જસ્ટિસ અંજારિયા સાહેબનું માંડવી ની જન કલ્યાણ મેડિકલ સોસાયટી એ અભિવાદન કર્યું.


   માંડવી ના સપૂત અને સુપ્રિમ કોર્ટના જજ શ્રી નિલયભાઈ  વિપીનચંદ્ર અંજારિયા અને તેમના ધર્મ પત્ની શ્રીમતી પ્રગતિબેન અંજારિયા નું માંડવી ની જન કલ્યાણ મેડિકલ સોસાયટી ના પ્રમુખ કિરણભાઈ સંઘવી અને ટ્રસ્ટી મંડળે અભિવાદન કરેલ

માંડવી ની જન કલ્યાણ મેડિકલ સોસાયટી ની આરોગ્ય સેવાની સરાહના કરતા સુપ્રિમ કોર્ટના જસ્ટિસ નિલયભાઈ અંજારિયા.

માંડવી નું ગૌરવ વધારનાર જસ્ટિસ અંજારિયા સાહેબનું માંડવી ની જન કલ્યાણ મેડિકલ સોસાયટી એ અભિવાદન કર્યું.

માંડવીના સપુત જસ્ટિસ શ્રી નિલયભાઈ વિપીનચંદ્ર અંજારિયા, ભારત ની સર્વોચ્ચ ન્યાયાલય ના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામીને માંડવી તેમજ કચ્છ જિલ્લાનું ગૌરવ વધારેલ છે.

સુપ્રિમ કોર્ટના જજ બન્યા બાદ પ્રથમ જ વખત જસ્ટિસ નિલયભાઈ અંજારિયા પોતાના માદરે વતન માંડવી કચ્છમાં પધારતા,માંડવી માં છેલ્લા 33 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામ કરતી સંસ્થા જન કલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત "નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટરે જસ્ટિસ નિલયભાઈ અંજારિયા નું સન્માન કરવા એક સમારોહ નું આયોજન કરેલ હતું.

સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવીના પ્રમુખ સ્થાને યોજાયેલા સમારોહ ને જસ્ટિસ નિલયભાઈ અંજારિયા એ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, માંડવી ની જન કલ્યાણ મેડિકલ સોસાયટી દર્દીઓ માટે આર્શીવાદરૂપ છે. તેમણે સંસ્થાની આરોગ્યલક્ષી સેવાની સરાહના કરી, સંસ્થાના ટ્રસ્ટી મંડળને અભિનંદન પાઠવ્યા હતા.




સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવીએ સ્વાગત પ્રવચનમાં જસ્ટિસ નિલયભાઈ અંજારિયા અને તેમના ધર્મપત્ની પ્રગતિબેન અંજારિયા ને આવકાર આપી, સંસ્થાની આરોગ્ય સેવાની વિગતે માહિતી આપી હતી.

જસ્ટિસ નિલયભાઈ અંજારિયા ને મોમેન્ટો એનાયત કરી શાલ ઓઢાડીને સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી અને ટ્રસ્ટી મંડળે અભિવાદન કરેલ હતું. જ્યારે નિલયભાઈ અંજારિયા ના ધર્મપત્ની પ્રગતિબેન અંજારિયા ને શાલ ઓઢાડીને શ્રીમતી જ્યોતિબેન અરવિંદભાઈ ગાલા એ સન્માન કરેલું હતું.

આ પ્રસંગે સંસ્થા ના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહ મંત્રી મહેશભાઈ કંસારા, ટ્રસ્ટી અને નિવૃત સનદી અધિકારી શ્રી વી. કે. સોલંકી, ટ્રસ્ટી અને પ્રવક્તા દિનેશભાઈ શાહ અને નરોત્તમભાઈ ધોળું, માનદ સભ્ય ડૉ .આદિત્યભાઈ ચંદારાણા અને મિતકુમાર શાહ તેમજ સંસ્થાના ડૉ. સૌરભ પટેલ, ડૉ.રવિભાઈ ગોસ્વામી, ડૉ .પરમીત જોશી અને સંસ્થા નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

જસ્ટિસ નિલયભાઈ અંજારિયા એ સંસ્થાની હોસ્પિટલના ઓપરેશન થિયેટર, ડાયાલિસિસ સેન્ટર, એક્સરે રૂમ, લેબોરેટરી, મેડિકલ સ્ટોર, ફિઝિયોથેરાપી સેન્ટર તેમજ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો તો માટે તાજેતર માં જ નિર્માણ પામેલ મેડિકલી વૈયાવચ્ચ કેન્દ્રની મુલાકાત લઈને ભારે પ્રભાવિત થયા હોવાનું સંસ્થાના ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સંસ્થાના સહ મંત્રી મહેશભાઈ કંસારા એ કરેલ હતું. જ્યારે મંત્રી અરવિંદભાઈ શાહે આભાર દર્શન કરેલું હતું.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST