માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે ની ઉજવણી કરાઈ
સંસ્થાના બંને ટ્રસ્ટી તબીબોનું અભિવાદન કરાયું
માંડવીમાં છેલ્લા ૩૩ વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ અને ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી સંસ્થાના કાયમી દાતા અને પૂર્વ પ્રમુખ એઈમ્સ હોસ્પિટલના જાણીતા સર્જન ડો. કૌશિકભાઈ શાહની મુલાકાત લઈ, શુભેચ્છા પાઠવીને, શાલ ઓઢાડી અભિવાદન કર્યું હતું.
સંસ્થાના બીજા ટ્રસ્ટી ડો. આદિત્યભાઈ ચંદારાણાના મેડીકેર વેલનેસ ક્લિનિકની આ ત્રણે હોદ્દેદારોએ મુલાકાત લઈ ડો. આદિત્યભાઈ ચંદારાણાનુ પણ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
સંસ્થાના સ્થાપક પ્રમુખ અને જાણીતા સર્જન ડો. મધુકરભાઈ રાણા તથા શ્રીમતી સરોજબેન રાણા (વડોદરા) તેમજ સંસ્થાના ઉપપ્રમુખ અને મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણી (કેનેડા) ને પણ ટ્રસ્ટી-મંડળે શુભેચ્છા પાઠવી હતી.
રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે ની ઉજવણીનો હેતુ ડોક્ટરના સ્વાસ્થ્ય સેવામાં યોગદાન, સમર્પણ, સખત મહેનત અને તેના મહત્વને ઉજાગર કરવાનો છે. ભારતરત્ન ડો. બિધાનચંદ્ર રોયની યાદમાં ૧લી જુલાઈના દિવસે રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. ડો. રોય પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી પણ હતા એમ સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું