ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા અમિતભાઈ શાહનું હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહનું હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું
આણંદ, શનિવાર : આણંદ ખાતે સરદાર પટેલની ૧૫૦મી જયંતી ના અવસરે દેશની સૌ પ્રથમ સહકાર યુનિવર્સિટી "ત્રિભુવન" સહકાર યુનિવર્સિટીના શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સહભાગી બનવા કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહનું આણંદ સ્થિત કૃષિ યુનિવર્સીટીના હેલીપેડ ખાતે આગમન થયુ હતું.
કૃષિ યુનિવર્સિટી સ્થિત હેલિપેડ ખાતે પધારેલા કેન્દ્રિય ગૃહ અને સહકારમંત્રીશ્રી અમિતભાઈ શાહ નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, રાજ્ય સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદશ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી ચિરાગભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરી, અમદાવાદ રેન્જ આઈ. જી. સુશ્રી નિધિ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ, સુનિલભાઈ શાહ, જગતભાઈ પટેલ, રણજીતસિંહ ચૌહાણ, સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.