હયાતીની ઓનલાઇન ખરાઈ તેમના ઘરે જઈને નિ:શુલ્ક કરી
મસ્કા (તા.માંડવી)ના 88 વર્ષના માજીની પેન્શન માટે હયાતીની ઓનલાઇન ખરાઈ કરતાં મહેતા ધવલ ધીરજભાઈ નજરે પડે છે
માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજે નાદુરસ્ત તબિયતવાળા નિવૃત્ત શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓની હયાતીની ઓનલાઇન ખરાઈ તેમના ઘરે જઈને નિ:શુલ્ક કરી આપી .
આ સંગઠને સતત ચોથા વર્ષે આ કામ કર્યું .
માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજે નાદુરસ્ત તબિયત વાળા નિવૃત્ત શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓના હયાતીની ઓનલાઇન ખરાઈ માંડવી શહેર અને મસ્કા ગામે તેમના ઘરે રૂબરૂ જઈને નિ:શુલ્ક કરી આપીને પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.
હયાતીની ઓનલાઇન ખરાઈ કરી આપવાનું કાર્ય માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહના ભત્રીજા ધવલ ધીરજભાઈ મહેતા તથા મંત્રી દિલીપભાઈ જૈનના સુપુત્ર જીગર દિલીપભાઈ જૈને કર્યું હતું .
માંડવી સિવાય તાલુકા ના મસ્કા ગામે 88 વર્ષના માજીની હયાતી ની ઓનલાઇન ખરાઈ ધવલ ધીરજભાઈ મહેતાએ કરી હતી. આ પ્રસંગે સંગઠનના પ્રમુખ દિનેશભાઈ શાહ હાજર રહ્યા હતા .સંગઠને નાદુરસ્ત તબિયતવાળા પેન્શનરો ની હયાતીની ઓનલાઈન ખરાઈ સતત ચોથા વર્ષે તેમના ઘરે જઈને નિ:શુલ્ક કરી આપેલ હતી.
આ અગાઉ માંડવીમાં સતત ચોથા વર્ષે કેમ્પ રાખીને પણ ખરાઈનું કામ કરેલ હતું. જેનો બહોળી સંખ્યામાં પેન્શનરોએ લાભ લીધો હોવાનું સંગઠનના પ્રમુખ દિનેશભાઈ શાહે જણાવ્યું છે.