White Rann : માંડવી શહેરની ચાર સરકારી શાળાઓના બાળકોએ માણ્યો ધોરડોનો પ્રવાસ.
White Rann : માંડવી શહેરની ચાર સરકારી શાળાઓ તાલુકા પ્રાથમિક શાળા નં. ૧, ખલ્ફાનભાઈ દામાણી પ્રાથમિક શાળા, રતનશી મૂળજી કન્યા શાળા, ઈબ્રાહીમ પબાણી કન્યા શાળાના કુલ ૧૨૦ જેટલા બાળકોને માતુશ્રી જયાદેવી મૂળશંકર જોશી ચેરીટી ટ્રસ્ટ યુ.એસ.એ. તથા દાતાશ્રી શૈલેન્દ્રભાઈ જોશીના હસ્તે ધોરડો રણોત્સવ તથા અક્ષયપાત્ર ફાઉન્ડેશનનું શૈક્ષણિક પ્રવાસ દર્શન કરાવવામાં આવ્યું. આ પ્રવાસમાં ધોરણ પ થી ૮ ના બાળકોને સામેલ કરવામાં આવ્યાં હતાં. બાળકોએ હર્ષોલ્લાસ સાથે પ્રવાસનો આનંદ માણ્યો હતો. પ્રવાસ બે સરકારી એસ.ટી. બસમાં કરવામાં આવ્યું હતું. બસ ભાડું, ભોજન, નાસ્તા, પ્રવેશ ફી વગેરે તમામ ખર્ચ દાતાશ્રી તરફથી ચૂકવવામાં આવ્યું હતું.
White Rann : આ પ્રવાસ દરમિયાન “કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા” ઉક્તિને સાર્થક કરતાં સ્થળોમાં ભૂજ અક્ષય પાત્ર ફાઉન્ડેશન, આંતરરાષ્ટ્રીય સ્તરે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખ્યાતિ મેળવનાર ધોરડો રણોત્સવ (White Rann) વગેરે જેવા સ્થળોનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. જે બદલ શાળાના આચાર્યો નીલમબેન ગોહિલ, વસંતભાઈ કોચરા, બળવંતસિંહ ઝાલા, કમલબેન મોનાણી તેમજ શિક્ષક માલતીબેન પટેલ, જ્યોત્સનાબેન ખત્રી, ઉષાબેન સોલંકી, વિમલભાઈ રામાનુજ, લીનાબેન બ્રહ્મક્ષત્રિય, જીતેનભાઈ કટુવા તેમજ તમામ શાળાઓના શિક્ષકો, એસ.એમ.સી. સભ્યો તથા વાલીઓએ દાતાશ્રીનો આભાર માની અભિનંદન પાઠવ્યાં હતાં. તેમજ બાળદેવોએ દાતાશ્રીનો આભાર માનીને રાજીપો વ્યક્ત કર્યો હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.