26th JANUARY 2026 : શ્રી ખલ્ફાનભાઈ દામાણી પ્રાથમિક શાળા, બંદર રોડ, માંડવી-કચ્છ ખાતે સવારે ૯:૦૦ કલાકે ૭૬માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી.
26th JANUARY 2026 : માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વાડીલાલભાઈ દોશીના અધ્યક્ષ સ્થાને તથા દીકરીની સલામ દેશને નામ અન્વયે દિવ્યાંગ દીકરી સાહિસ્તાબાનું અસગરઅલી છુછીયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીત, નારા તેમજ વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યા.
26th JANUARY 2026 : આ પ્રસંગે પધારેલ દાતાશ્રીઓ ચેમ્બર ઓફ કોમર્સ માંડવીના પ્રમુખ શ્રી વાડીલાલભાઈ દોશી, મંત્રીશ્રી નરેન્દ્રભાઈ સુરુ, મુસ્લિમ મિયાણા સમાજના પ્રમુખશ્રી હાજી ફકીરમોહમ્મદ ઈસ્માઈલ છુછીયા, શિક્ષણ અગ્રણીશ્રી દિનેશભાઈ શાહ, દાતાશ્રી દિલીપભાઈ જૈન, શાળાના પૂર્વ આચાર્યશ્રી જીતેન્દ્રભાઈ સોની વગેરેને શાળા પરિવાર તથા એસએમસી તરફથી સન્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રભાષા હિન્દી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ધોરણ ૫ થી ૮ના બાળકોને પ્રતીકરૂપે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
26th JANUARY 2026 : સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વાડીલાલભાઈ દોશી, મુસ્લિમ મિયાણા સમાજના પ્રમુખશ્રી હાજી ફકીરમોહમ્મદ ઇસ્માઈલ છુછીયા, શિક્ષણ અગ્રણીશ્રી દિનેશભાઈ શાહ, દાતાશ્રી દિલીપભાઈ જૈન, શ્રી જીતેન્દ્રભાઈ સોની, વાસંતીદે માસી, એસએમસી અધ્યક્ષા શ્રીમતી માસુમાબેન પંજાબી તથા સમગ્ર એસએમસી ટિમ, મુસ્તાકભાઈ ખત્રી, મેર જૂસબ સીદીક, સબીરભાઈ કિચા, હાજર વાલીગણ વગેરે તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ પ્રસંગે સમગ્ર એસ.એમ.સી.ની ટીમ તથા બહોળી સંખ્યામાં વાલીગણ હાજર રહ્યા.
26th JANUARY 2026 : સ્વાગત અને પ્રસંગ પરિચય શાળાના આચાર્યશ્રી વસંતભાઈ કોચરા દ્વારા રજૂ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનો સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી લીનાબેન બ્રહ્મક્ષત્રિયએ કર્યું. આભાર વિધિ શાળાના શિક્ષિકા સુશ્રી ઉષાબેન સોલંકીએ રજૂ કરી. શાળાના અન્ય શિક્ષકો સુશ્રી મનિષાબેન ડાભી, શ્રી વિમલભાઈ રામાનુજ, શ્રીમતી નફીસાબેન ખત્રી, શ્રીમતી પ્રવિણાબેન પટેલ, શ્રીમતી સીમાબેન છાટબારએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી.
આ પણ વાંચો : MATADATA DIN : માંડવી માં મામલતદાર સાહેબની કચેરી દ્વારા શનિવારે "રાષ્ટ્રીય મતદાતા દિવસ "ઉલ્લાસભેર ઉજવાયો.
INDIAN SOCIOLOGIST