THE INDIAN SOCIOLOGIST

DESH BHAKTI : નવદંપતીએ દેશભક્તિનું પ્રેરણાદાયી ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું.

DESH BHAKTI :ભુજોડી પાસે આવેલા ડ્રીમ રિસોર્ટમાં પ્રજાસત્તાકદિને નવદંપતીએ ધ્વજવંદન કર્યા બાદ જ લગ્નોત્સવની વિધિ શરૂ કરાવી.

નવદંપતીએ દેશભક્તિનું પ્રેરણાદાયી ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું.



મુળ હમીરપર (વાગડ)ના વર્ષો સુધી માંડવી રહેલા પરંતુ હાલમાં દાદર (મુંબઈ) રહેતા અખંડ સૌભાગ્યવતી શ્રીમતી કલ્પનાબેન તથા નરેન્દ્રભાઈ ચુનીલાલભાઈ બોરીચા ની સુપુત્રી બંસી ના લગ્ન જયપુર (રાજસ્થાન) નિવાસી અખંડ સૌભાગ્યવતી રેણુબેન તથા ધરમચંદજી જૈન ના સુપુત્ર વિપીનના લગ્ન ભુજ તાલુકાના ભુજોડી પાસે આવેલા ડ્રીમ રિસોર્ટમાં 26 જાન્યુઆરીના 76 માં પ્રજાસત્તાકદિને લગ્નોત્સવ નિર્ધાયા હતા.

DESH BHAKTI : આ નવદંપતીએ ધ્વજવંદન કર્યા બાદ જ લગ્નોત્સવ ની વિધિ શરૂ કરાવીને દેશભક્તિનું પ્રેરણાદાયી ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડેલ હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.

DESH BHAKTI : ડ્રીમ રિસોર્ટમાં બંસી બોરીચા અને વિપીન જૈનના હસ્તે ધ્વજવંદન થયું ત્યારે વંદે માતરમ...... ભારત માતા કી જય જેવા દેશભક્તિ ના સૂત્રોચ્ચાર થી વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.

DESH BHAKTI : ધ્વજવંદન નવદંપત્તિના હસ્તે કરાવ્યા બાદ જ લગ્નોત્સવની વિધિ શરૂ કરાવી તે બદલ નવદંપતીના પરિવારજનોને અભિનંદન મળી રહ્યા છે.


INDIAN SOCIOLOGIST
Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST