THE INDIAN SOCIOLOGIST

DANG : ડાંગ જિલ્લાના એસ.પી.કપ ક્રિકેટ ટુર્નામેંટ – ૨૦૨૫ નો સમાપન કાર્યક્રમ યોજાયો

DANG : ડાંગ જિલ્લાના એસ.પી.કપ ક્રિકેટ ટુર્નામેંટ – ૨૦૨૫ નો સમાપન કાર્યક્રમ યોજાયો
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ


વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના હસ્તે વિજેતાઓને ટ્રોફી એનાયત કરાઈ

DANG : વિધાનસભા નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતમાં આજરોજ ડાંગ જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ આહવા ખાતે એસ.પી.કપ ક્રિકેટ ટુર્નામેંટ – ૨૦૨૫ ના સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાઈ હતી.

DANG : ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગના સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત યોજાયેલ આ ક્રિકેટ ટુર્નામેંટનો મુખ્ય ઉદેશ્ય સરકારી અધિકારી/કર્મચારીઓની શારીરિક તથા માનસિક તંદુરસ્તી જળવાઈ રહે સાથે અધિકારી/કર્મચારીઓમાં ટીમ સ્પિરિટ અને સ્પોર્ટસમેન સ્પિરિટ જેવા ગુણોનું નિમાર્ણ થાય, અરસ-પરસ સંકલન જળવાઈ રહે તેમજ પ્રજા વચ્ચે પોલીસની છબીનો અભિગમ બદલાય અને પ્રજા સાથે સુમેળભર્યાં સબંધો જળવાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ તાજેતરમાં ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવેલ છે, જે નવા કાયદા, સાયબર અવેરનેસ અને નશામુક્તિ અભિયાન અંગેની જાગૃત્તા સામાન્ય પ્રજામાં આવે તે માટે અહીં જાગૃતિ અંગેના સ્ટોલ પણ લગાવવામાં આવ્યાં હતાં.

DANG : આહવા ખાતે આયોજીત આ ટુર્નામેંટમાં પ્રજાજનો અને પોલીસ વિભાગ, રેવન્યું વિભાગ, વન વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, પ્રેસ મીડીયા, બાર એસોસીએશન, જી.ઈ.બી. વિભાગ, પાણી પુરવઠા, જીલ્લા પંચાયત, મહિલા તથા બાળસુરક્ષા સહિતની ૨૪ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં એસ.પી. ઈલેવન ટીમનો ભવ્ય વિજય થયો હતો. જી.આર.ડી.એ ટીમ રનર્સ રહી હતી. પ્રથમ બેટીંગ કરતા એસ.પી.ઈલેવના કેપ્ટન વી.કે.ગઢવી નાઓના માર્ગદર્શન હેઠળ ૧૦ ઓવરમાં ૧૪૧ બનાવી રનર્સ ટીમને ૧૪૨ રનનો ટાર્ગેટ આપેલ જેની સામે રનર્સ ટીમે ૯૨ રન કર્યા હતા. આ ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ સીરીઝ GRD A ટીમના જગદીશભાઇ રહ્યા હતા. તેમજ બેસ્ટ બેટસમેન ઓફ ધ ટુર્નામેન્ટ શ્રી અંકીતભાઈ, બેસ્ટ બોલર ઓફ ધ મેચ શ્રી લાલાભાઇ, બેસ્ટ ફીલ્ડર ઓફ ધ ટુર્નામેન્ટ શ્રી રામભાઈ તથા મેન ઓફ ધ મેચ શ્રી મીનેશભાઇ રહ્યા હતા.

DANG : આ પ્રસંગે ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એચ.સરવૈયા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.કે.ગઢવી, પી.એસ. આઈ શ્રી. કે.જે.નિરંજન તેમજ પોલીસ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST