વર્લ્ડ કપ ખો ખો.... ડાંગની માટીની મહેક વિશ્વ સમસ્તમા પ્રસરી
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
ખો ખો વર્લ્ડ કપની ફાઈનલમા ભારતીય (વુમન્સ) ટીમની શાનદાર જીત
વિજેતા ટીમમા સામેલ ડાંગની 'ઓપીના ભિલારે' ડાંગ સહિત ગુજરાતને પણ ગૌરવ અપાવ્યુ
WORLD CUP KHO KHO : પ્રત્યેક ભારતીયના ઘર ઘર અને મહોલ્લે મહોલ્લે રમાતી ‘ખો ખો' જેવી ગ્રામીણ રમતને ‘માટી થી મેટ’ સુધી પહોંચાડવાની, અને દેશની માટીની મહેકને વિશ્વ સમસ્તમા પ્રસરાવીને ખો ખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રયાસને મળેલી અઢળક ચાહનાએ, વિશ્વ આખાને ખો ખો વર્લ્ડ કપની ભેટ આપતા, આજે દેશ અને દુનિયામા ખો ખો નો ડંકો વાગી ચુક્યો છે. ત્યારે દેશના ચરણોમા પ્રથમ વર્લ્ડ કપ ટ્રોફીની ભેટ ધરનાર ભારતીય (વુમન્સ) ખો ખો ટીમમા એક ખેલાડી તરીકે સામેલ ડાંગની દીકરી ઓપીના ભિલારે, ડાંગ અને ગુજરાતનુ નામ દેશ અને દુનિયામા રોશન કર્યું છે.
WORLD CUP KHO KHO : બિલિઆંબા ગામની આ ખેલાડીએ લીગ રાઉન્ડની સાઉથ કોરિયા, ઈરાન, અને મલેશિયા સામેની મેચમા, તથા સાઉથ કોરિયા સામેની સેમી ફાઇનલ અને નેપાળ સામેની ફાઇનલ મેચમા નવ (૯) નંબરની જર્સી સાથે, એક ઓલ રાઉન્ડર ખેલાડી તરીકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી, ટીમની જીતમા પોતાનુ યોગદાન નોંધાવ્યું છે.
WORLD CUP KHO KHO : બેસ્ટ ડિફેન્ડર અને બેસ્ટ એટેકર એવી એક ઓલ રાઉન્ડર ખેલાડી તરીકે, ગુજરાત ખો ખો ટીમની કેપ્ટન એવી ઓપીના ભિલારે, ખો ખો રમતના તમામ પાસાઓ જેવા કે પોલ ડ્રાઇવ, સ્કાય ડ્રાઇવ, ટચ પોઇન્ટ, અધર ડ્રાઇવ, અને ડ્રીમ રન મેળવવામા પણ તેનો ફાળો નોંધાવ્યો છે.
WORLD CUP KHO KHO : ભારતના ચરણોમા પ્રથમ વિશ્વ કપની વિજેતા ટ્રોફી ધરનારી ભારતીય (વુમન્સ) ટીમ સહિત, ડાંગની આ દીકરીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ.
INDIAN SOCIOLOGIST