THE INDIAN SOCIOLOGIST

DHVAJAROHAN : માંડવીના શ્રી અજીતનાથજી જૈન જિનાલય ની 144 ની વર્ષગાંઠ પ્રસંગે ધ્વજારોહણ નો કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે.

DHVAJAROHAN : માંડવીના શ્રી અજીતનાથજી જૈન જિનાલય ની 144 ની વર્ષગાંઠ પ્રસંગે ધ્વજારોહણ નો કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે.


DHVAJAROHAN : માંડવીના બંદર રોડ ઉપર આવેલા શ્રી અજીતનાથજી જૈન જિનાલયની 144 મી વર્ષગાંઠ પ્રસંગે ધ્વજારોહણ નો કાર્યક્રમ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો ની પાવન નિશ્રામાં તા. 2/ 2 /2025 ને રવિવાર ના રોજ ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર ઉજવાશે.

DHVAJAROHAN : વિકસતા માંડવી શહેરના બંદર રોડ ઉપર શ્રી અજીતનાથજી પ્રભુજી નું જૈન જિનાલય આવેલું છે.સવંત 1937, મહા સુદ પાંચમ ને તા. 3 /2 /1881 ના રોજ આ જિનાલયની પ્રતિષ્ઠા થયેલ હતી. શેઠ શ્રી ઠાકરશી વેરશી પાસવીર (પીર) લોડાયા સુથરી( તા. અબડાસા) વાળાએ આ જિનાલય નું નિર્માણ કરાવેલ હતું. પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી વિવેક સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની શુભ નિશ્રામાં જિનાલય ની પ્રતિષ્ઠા થયેલ હતી.

DHVAJAROHAN : તા. 2/ 2 ને રવિવાર ના રોજ સવારના 8:30 કલાકે અઢાર અભિષેક અને સતરભેદી પૂજાનો શુભારંભ થશે.જ્યારે 11 વાગ્યે ધ્વજારોહણ નો ચડાવો તથા અન્ય ચડાવા બોલાવવામાં આવશે. બપોરે 1:15 કલાકે, કચ્છી દશા ઓસવાળ જૈન સંઘ, શ્રી સંઘોના બે- બે ટ્રસ્ટીઓ તથા અઢાર અભિષેક ના લાભાર્થી પરિવારોના બે-બે સભ્યો તથા આમંત્રિત મહેમાનોની સાધર્મિક ભક્તિનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

DHVAJAROHAN : રવિવારની બપોરની સાધર્મિક ભક્તિનો લાભ દાતાશ્રી માતૃશ્રી લક્ષ્મીબેન વેલજી વેરશી લોડાયા પરિવાર,ગામ : આરીખાણા (તા. અબડાસા )હાલે મુલુંડ (મુંબઈ) હસ્તે: શ્રીમતી કલ્પનાબેન સોમચંદભાઈ લોડાયા ગામ આરીખાણા, હાલે :મુલુંડ ( મુંબઈ) એ લીધેલ છે જ્યારે રંગ મંડપના દાતા નો લાભ માતૃશ્રી ચંદનબેન ધનજીભાઈ પાસવીર મૈશેરી માંડવી, હાલે :ઘાટકોપર (મુંબઈ) હસ્તે: હિતેશભાઈ ધનજીભાઈ એ લીધેલ હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહ અને માનવ જ્યોત ભુજ ના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર ની સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યું છે.

DHVAJAROHAN : ધ્વજારોહણ ના પ્રસંગે વિધિકાર તરીકે પંડિત વર્ય સાગરભાઇ શાહ (ગામ :ડીસા) માંડવી પધારશે.જ્યારે સંગીતકાર તરીકે નિશાબેન સંઘવી એન્ડ પાર્ટી (માંડવી) સંગીત ની રમઝટ બોલાવશે.

સમગ્ર કાર્યક્રમને સુપેરે પાર પાડવા, શ્રી અજીતનાથજી જૈન દેરાસરજી ના તમામ ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST