Robbery Kheda : ખેડા અમદાવાદ હાઈવે પર એક કરોડની લૂંટ

Robbery Kheda : ખેડા અમદાવાદ હાઈવે પર એક કરોડની લૂંટ
Robbery Kheda : ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે ખેડા અમદાવાદ હાઈવે પર વડાલા પાટીયા નજીક બ્રિજ પર 1 કરોડ રૂપિયાની લૂંટ થઈ છે. કારમાં આવેલા ચાર શખસોએ અનાજના વેપારીને કરોડ રૂપિયાની રકમ લૂંટીને લૂંટારુંઓ ફરાર થઈ જતાં પોલીસ તપાસમાં જોતરાઈ છે.
Robbery Kheda : લૂંટની ઘટનાને અંજામ આપી આરોપીઓ ફરાર
મળતી માહિતી અનુસાર, ખેડાના વડાલા નજીકના બ્રિજ પર આજે (21મી જાન્યુઆરી) કારમાં આવેલા શખસોએ ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હતી. લૂંટારાઓએ અનાજના વેપારી પાસેથી 1 કરોડ રૂપિયા જેટલી રકમ લૂંટી ફરાર થઈ ગયા છે. આ વેપારી નડીયાદ બેંકમાંથી રૂપિયા ઉપાડીને રીક્ષામાં અમદાવાદ જઈ રહ્યા હતા. આ દરમિયાન લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ઈકો કારમાં આવેલા ચાર શખસો લૂંટ ચલાવી હતી.