THE INDIAN SOCIOLOGIST

GIANTS : જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી દ્વારા ૭૬ માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી દ્વારા ૭૬ માં પ્રજાસત્તાક દિનની

 ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.


GIANTS : જાયન્સ ગ્રુપ ઓફ માંડવી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ માંડવીના જાણીતા આઝાદ ચોક વિસ્તારમાં પ્રમુખશ્રી હિંમતસિંહ જાડેજા ના હસ્તે ધ્વજવંદન વિધિ યોજવામાં આવી હતી. તેમણે રાષ્ટ્રના હિતમાં સેવા કરવાની તથા જાયન્ટ્સ ના કાયમી પ્રોજેક્ટમાં વધુમાં વધુ લોકો સેવાનો લાભ મેળવે તેવી અપીલ કરી હતી.


GIANTS : આ સાથે ઈ.પ. કન્યાશાળા તથા રતનસિંહ મૂળજી કન્યાશાળામાં પણ ધ્વજવંદન યોજવામાં આવ્યો હતો તથા સંસ્થા તરફથી ૧૨૫ કન્યાઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી સ્વાગત પ્રવચન શિક્ષણ ચેરમેન બળવંતસિંહ ઝાલાએ કર્યું હતું. સાંસ્કૃતિક ચેરમેન ચંપકભાઈ મામતોરા જીતુભાઈ સોની, મીડિયા ઓફિસર રાજેશ સોની, યોગેશ માકાણી, ચેતનભાઇ જોશી, પરેશભાઈ અધેરા, પિયુષ પંચાલ, સહેલી પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન સોની, રજની બા જાડેજા એ વ્યવસ્થા સંભાળી હતી. આઝાદ ચોક મિત્ર મંડળ ના તમામ વેપારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સંચાલન મંત્રી યોગેશ ભટ્ટે કર્યું હતું. જ્યારે આભાર વિધિ ચંપકભાઈ મામતોરા એ કરી હતી. દિપકભાઈ સોની, IPP પરેશભાઈ સોની, આઈપીપી નરેન્દ્રભાઈ સુરુ, ડોક્ટર શાંતિલાલ મલ્લી, યુનિટ ડાયરેક્ટર યોગેશ મહેતા તથા વાઈસ પ્રેસિડેન્ટ યોગેશચંદ્ર ત્રિવેદી એ સફળ કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST