THE INDIAN SOCIOLOGIST

GOLD MEDAL : શિવાંગી દોશી ને મુંબઈમાં ગોલ્ડ મેડલ અને સન્માન પત્ર

GOLD MEDAL : શ્રી કચ્છી ગુર્જર જૈન સમાજ માં સમગ્ર ભારત માં માસ્ટર ઓફ સાયન્સ એમ.એસ.સી.( ફિઝિકસ) માં પ્રથમ નંબરે આવવા બદલ શિવાંગી દોશી નું મુંબઈમાં ગોલ્ડ મેડલ અને સન્માન પત્ર એનાયત કરી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા ( પાખાડી) એ સન્માન કર્યું.

માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના પ્રમુખ વાડીલાલભાઈ દોશીની પૌત્રી શિવાંગી રાજેશભાઈ દોશી માસ્ટર ઓફ સાયન્સ એમ.એસ.સી. (ફિઝિકસ) માં શ્રી કચ્છી ગુર્જર જૈન સમાજ માં સમગ્ર ભારત માં પ્રથમ નંબર મેળવીને માંડવી જૈન સમાજનું ગૌરવ વધારવા બદલ તેજસ્વી વિદ્યાર્થીની શિવાંગી દોશી ને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

GOLD MEDAL : શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા( પાખાડી)દ્વારા મુંબઈમાં યોજાયેલા અખિલ ભારતીય શિક્ષણ સન્માન સમારોહ માં તાજેતરમાં 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને, માંડવીની શિવાંગી રાજેશભાઈ દોશી નું ગોલ્ડ મેડલ અને સન્માન પત્ર એનાયત કરી માટુંગા (પાખાડી) સમાજના પ્રમુખ હસમુખભાઈ પારેખ અને મંત્રી દિનેશભાઈ બાબરીયા ની ટીમ દ્વારા જાહેર સન્માન કરાયું હતું . વધુ માં શિવાંગી દોશી ના દાદા વાડીલાલભાઈ દોશી ને પણ 2018 ની સાલમાં શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા (પાખાડી )મુંબઈ એ "સમાજ રત્ન" નો પ્રતિષ્ઠિત એવોર્ડ આપેલ હોવાનું માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના મંત્રી તથા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.

GOLD MEDAL : અત્રે એ ઉલ્લેખનીય છે કે તેજસ્વી વિદ્યાર્થીની શિવાંગી દોશીએ ધોરણ 10 સુધીનો અભ્યાસ માંડવીની એસ. કે. આર. એમ.ઇંગ્લીશ મીડીયમ માં,ધોરણ 11 -12 સાયન્સ નો અભ્યાસ કોડાય ગુરુકુલ - ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ્યારે બી.એસ.સી (ફિઝિકસ) અને એમ.એસ.સી. (ફિઝિકસ )નો અભ્યાસ ગ્રેડ વનમાં ફર્સ્ટ ક્લાસ મેળવીને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં કરેલ છે.

GOLD MEDAL : શિવાંગી દોશી એ માંડવીના એન્જિનિયર તથા જૈન જાગૃતિ સેન્ટર (જે.જે.સી.)અને માંડવી તેરા પંથી જૈન સંઘના પ્રમુખ રાજેશભાઈ દોશી અને મહિલા અગ્રણી પ્રતિમાબેન દોશીની સુપુત્રી, માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના પ્રમુખ વાડીલાલભાઈ દોશીની પૌત્રી તેમજ માંડવીના પૂર્વ નગરપતિ અને માંડવી છ કોટી જૈન સંઘના અગ્રણી રસિકભાઈ દોશી ના ભાઈને પૌત્રી થાય છે.

શિવાંગી દોશી ને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST