THE INDIAN SOCIOLOGIST

RASTRIYA BAL SURXA : કાર્યક્રમ અંતર્ગત માંડવી અર્બન વિસ્તારની બાળકોની શારીરિક તપાસ માટે માંડવી શહેરની પ્રથમ પ્રાથમિક શાળા જૈન નુતન પ્રાથમિક શાળા નં. 3 ની પસંદગી થઈ.

RASTRIYA BAL SURXA : રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત માંડવી અર્બન વિસ્તારની બાળકોની શારીરિક તપાસ માટે માંડવી શહેરની પ્રથમ પ્રાથમિક શાળા જૈન નુતન પ્રાથમિક શાળા નં. 3 ની પસંદગી થઈ.


RASTRIYA BAL SURXA : માંડવી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર PHCના ડૉક્ટરોની ટીમે શાળાના કુલ 308 બાળકોનું નિદાન કર્યું.

RASTRIYA BAL SURXA : ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી છાત્રાનું સરકાર તરફથી અમદાવાદમાં મોતિયાનું નિઃશુલ્ક ઓપરેશન કરાવી અપાશે.

RASTRIYA BAL SURXA : રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત માંડવી અર્બન વિસ્તારની બાળકોની શારીરિક તપાસ (નિદાન) માટે જિલ્લા પંચાયત સંચાલિત માનવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3ની પસંદગી થયેલ છે.

RASTRIYA BAL SURXA : જૈન નૂતન પ્રાથમિક શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી તથા શાળાની એસ.એમ.સી.ના શિક્ષણવિદ્ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહની ઉપસ્થિતિમાં તાજેતરમાં શાળામાં બાલવાટિકાથી આઠમા ધોરણ સુધીમાં અભ્યાસ કરતા કુલ 308 વિદ્યાર્થીઓનું નિદાનાત્મક કાર્ય તાલુકાના (પીએચસી) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરો સર્વશ્રી ડૉ. ધીરજભાઈ ડુંગરખીયા, ડૉ. કલ્પેશભાઈ ગોહિલ, ડૉ. મહિપતભાઈ સુથાર અને ડૉ. ગાયત્રીબેન સોનીએ કરેલ હોવાનું શાળાના શિક્ષક શ્રી મનુભા જાડેજાએ જણાવ્યું હતું.

RASTRIYA BAL SURXA : ડૉક્ટરોની ટીમે શાળાના બાળકોને આરોગ્ય લક્ષી શિક્ષણ આપી, દાંત તેમજ આંખોની તપાસ તેમજ અન્ય રોગની તપાસ કરી હતી. જે પૈકી 27 બાળકોને દાંતની તકલીફ, 22 બાળકોને જોવામાં તકલીફ અને એક બાળકને અસ્થમા ની તકલીફ માલુમ પડી હતી.

RASTRIYA BAL SURXA : આ શાળામાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી છાત્રા ભટ્ટી ફરહીન અનવરભાઈને આંખમાં મોતિયાની તકલીફ માલુમ પડી હતી. આ છાત્રાને ગુજરાત સરકાર તરફથી અમદાવાદમાં નિઃશુલ્ક મોતિયાનું ઓપરેશન કરી અપાશે. એમ શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી અને પૂર્વ આચાર્ય દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

RASTRIYA BAL SURXA : શાળાના બાળકોના નિદાનાત્મક કાર્યમાં શાળાના સમગ્ર સ્ટાફે સાથ-સહકાર આપેલ હતો.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST