MANDVI-KUTCH
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનસુખાકારી અને નાગરિકોનું ઈઝ ઓફ લિવિંગ વધે તે માટે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં શહેરી વિકાસના કામો માટે કુલ્લ ૧૯ નગરપાલિકાને ૬૦૫ કરોડ રૂપિયા મંજૂર કરેલ છે. જે અંતર્ગત માંડવી નગરપાલિકાને રૂપિયા ૧૬.૮૬ કરોડની ફાળવણી કરેલ છે.
MANDVI-KUTCH : માંડવી શહેરમાં ગત વર્ષે પડેલા ભારે વરસાદને કારણે નીચાણ વાળા વિસ્તારોમાં જળ ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી. એ સમસ્યાના ઉકેલ માટે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સબંધિત વિભાગના અધિકારીઓ સમક્ષ કરેલ રજૂઆત અન્વયે વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી અને શહેરના નાગરિકોના સુખાકારી માટે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે.
MANDVI-KUTCH : માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, નગરપાલિકા અધ્યક્ષ હરેશ વિંઝોડા, ઉપાધ્યક્ષા જ્યોત્સનાબેન સેંઘાણી, કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર, બાંધકામ સમિતિ ચેરમેન રાજેશ કાનાણી, સત્તાપક્ષના નેતા લાંતિક શાહ, દંડક જયશ્રીબેન વાસાણી વગેરેએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માંડવી શહેરના વિવિધ વિકાસ કામો માટે રૂપિયા ૧૬.૮૬ કરોડની ફાળવણી કરતાં હર્ષની લાગણી વ્યક્ત કરી આભારની લાગણી વ્યક્ત કરેલ છે.
MANDVI-KUTCH : ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટમાંથી માંડવીના નાગરિકોની સુખાકારી માટે વિવિધ વિસ્તારમાં વિકાસના કામો હાથ ધરવામાં આવશે.