જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીની અધ્યક્ષતામાં ઉજવણીના પૂર્વ આયોજન-તૈયારીઓ અંગે બેઠક યોજાઈ
REPUBLIC DAY : નર્મદા જિલ્લામાં આગામી તા.૨૬ મી જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી દેડિયાપાડા તાલુકા મથકે કરાશે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીના પૂર્વ આયોજન-તૈયારીઓ અંગે આજે રાજપીપલા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટરશ્રી એસ.કે.મોદીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
REPUBLIC DAY : દેડિયાપાડાના મોઝદા રોડ સ્થિત પીઠા ગ્રાઉન્ડમાં યોજાનારા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ સહિત અન્ય સુરક્ષા જવાનોની પ્લાટુનોની પરેડ યોજાશે. તદઉપરાંત વિવિધ વિભાગોના ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ ક્ષેત્રો વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીને પ્રમાણપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંગેની તૈયારીઓ સહિત સમગ્ર કાર્યક્રમ શાનદાર રીતે યોજાય તે અંગે આયોજન અને અમલવારી કરવા સંબંધિત વિભાગોને જણાવવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન કલેક્ટરશ્રી એસ.કે.મોદીએ વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓને રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે સોંપાયેલી જવાબદારી અંગે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.
REPUBLIC DAY : વિવિધ વિભાગો દ્વારા દર્શાવવાના થતા ટેબ્લોમાં સરકારશ્રીની ફ્લેગશિપ યોજનાઓ અને લોક જાગૃતિને કેન્દ્રમાં રાખીને પ્રસ્તુતિ થાય તે જોવા ઉપર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમના દિવસે સ્થાનિક ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, અધિકારી-કર્મચારીઓ, સ્થાનિક સહકારી સંસ્થાઓ, વેપારી મંડળોને રાષ્ટ્રીય પર્વમાં ઉપસ્થિત થવા આગોતરૂં આમંત્રણ મળી જાય અને તેઓ ભાગ લે તે જોવા જણાવ્યું હતું. કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન આપી કાર્યક્રમ યાદગાર અને શાનદાર રીતે ઉજવાય તે માટે અપીલ કરી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નાયબ કલેક્ટરશ્રીઓ, દેડિયાપાડા અને નાંદોદના પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા વહિવટીતંત્રના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : KUTCH: ભુજમાં 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી,NDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ
INDIAN SOCIOLOGIST